આબોહવા પરિવર્તનથી ફલાઈટમાં આંચકા આવવાની ઘટનામાં વધારો

  • April 01, 2023 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચેતવણી: ૨૦૫૦થી ૨૦૮૦માં એર ટબ્ર્યુલન્સની ઘટના ત્રણ ગણી વધી શકે



છેલ્લા કેટલાંક સમયથી ફલાઈટ દરમિયાન પ્લેનમાં એર ટબ્ર્યુલન્સની ઘટના વધી રહી છે. એક અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના આંચકા વધવા પાછળનું કારણ વાતાવરણમાં ફેરફાર હોઈ શકે છે. અભ્યાસમાં એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે, ૨૦૫૦ અને ૨૦૮૦ વચ્ચે હવામાં ભૂકંપની આવર્તન ત્રણ ગણી થઈ શકે છે.





એક અભ્યાસ મુજબ ભવિષ્યમાં આ આંચકા ખુબ ખતરનાક હોઈ શકે છે. કારણ કે, જયારે ભૂકપં આવે છે ત્યારે વિમાન હવાનો સામનો કરે છે. જયારે એરોનોટિકલ સાયન્સ વિભાગમાં પ્રો.પોલ વિલેયમસએ કહ્યું કે, તેણે એવા પુરાવા એકઠા કર્યા છે. જે સાબિત કરે છે. કે તે પવનનો સામનો કરે છે વાતાવરણમાં બદલાવના કારણે પવનની લહેર વધી રહી છે.





નેચરમાં પ્રકોશિથ થયેલા એક અભ્યાસ મુજબ એર ટબ્ર્યુન્સમાં ૧૦૭૯થી અત્યાર સુધક્ષમાં ૧૫ ટકાનો વધારો થયો છે.
અમેરિકાના નેશનલ ટ્રાન્સ્પોર્ટેશન સેફટી બોર્ડ અનુસાર ફલાઈટસ હવે અચાનક આંચકાનો સામનો કરી રહી છે. ધ્રુજારીને લગતા અકસ્માતોમાં મુસાફરો કરતા ઘાયલ થવાની સંભાવના ૨૪ ગણી વધારે હોય છે.




ઉડ્ડયન ક્ષેત્ર માટે આ મુદો માથાના દુખાવા સમાન બની રહ્યો છે. દરેક પાયલોટ આનાથી બચવા માગે છે. મુસાફરો માટે આ ખરાબ અનુભવ છે. હવાના પ્રવાહમાં દબાણ અને ગતિમાં ફેરફારના કારણે વિમાનને આંચકો લાગે છે અને તે હળવા લાગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application