BREAKING NEWS

જામનગર : ગુરૂવારે રવાના થયેલા ભાવનગરના ર૧ બાળકો સ્કેટીંગ કરીને જગતમંદિરના કરશે દર્શન

  • December 27, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગરથી નાતાલના દિવસે ર૧ બાળકો સ્કેટીંગ કરીને દ્વારકા જગતમંદિરે નીકળ્યા છે, ભાવનગરની ભાગોળે આવેલ ઐતિહાસિક રાજપરા સ્થિત ખોડિયાર માતાના મંદિરે દર્શન કરી ર૧ બાળકોની ટીમ રવાના થઇ હતી, આજે બપોરે ખંભાળીયા રોડ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં જામનગરના રાધા સ્કેટીંગ રીંગ પરિવાર દ્વારા વેલકમ ડાન્સ સાથે સમગ્ર ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે રાધા સ્કેટીંગ રીંગ પરિવારના જ્યોતિબેન જોઇશર સહિતની ટીમ જોડાઇ હતી. 


ભાવનગરના બાળકો દ્વારા ’મોબાઈલ છોડો, રમતગમત અપનાવો’ના સંદેશ સાથે દ્વારકા સુધીની સ્કેટિંગ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. લાયન્સ સ્કેટિંગ ક્લબ ભાવનગર દ્વારા આયોજિત આ યાત્રા આજે બાબરા પહોંચી હતી, જ્યાં તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ સાહસિક યાત્રામાં ૮ થી ૧૫ વર્ષની વયના નાના બાળકો સ્કેટ્સ પહેરીને દ્વારકાધીશના દર્શનાર્થે નીકળ્યા છે.

​​​​​​​


આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીના બાળકોને મોબાઈલના વળગણથી દૂર રાખીને રમતગમત પ્રત્યે જાગૃત કરવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આ સ્કેટીંગ ક્લબના બાળકો ભાવનગરથી સોમનાથની યાત્રા કરી હતી, આ વર્ષે ભાવનગરથી દ્વારકાની યાત્રાએ નીકળ્યા છે.


આજના ટેકનોલોજીના યુગમાં બાળકો મોબાઈલમાં ગેમ રમવાને બદલે મેદાનમાં રમે અને શારીરિક રીતે મજબૂત બને તેવો પ્રેરણાદાયી સંદેશ આ યાત્રા દ્વારા આપવામાં આવી રહ્યો છે. આ પહેલ બાળકોમાં શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે. બાબરા ખાતે આ યાત્રા પહોંચતા સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બાબરા પોલીસે પણ યાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવીને પ્રેરણાદાયી સહકાર આપ્યો હતો, જેનાથી યાત્રા સુચારુ રીતે આગળ વધી શકી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application