BREAKING NEWS

જામનગરમાં સંત નિરંકારી મંડળ દ્વારા બાળ સંત સમાગમ યોજાયું

  • July 13, 2026 05:20 PM 


જામનગરમાં સંત નિરંકારી મંડળ દ્વારા બાળ સંત સમાગમ યોજાયું


જો બાળકો થી સારા કાર્યો ની અપેક્ષા રાખવી હોય તો સૌ પ્રથમ વડીલો એ તેની શરૂઆત કરવી પડશે.આપણે વિચારીએ કે હું જેમ કહું તેમ બાળક કરે તો તે કરશે નહીં, પરંતુ જો આપણે કાર્ય કરી ને બતાડશું તો તે જરૂર તેનું અનુસરણ કરશે.
​​​​​​​
​​​​​​​ઉપર્યુક્ત ઉદગાર નવી મુંબઈ થી પધારેલ જ્ઞાન પ્રચારક શ્રી અનિલ શિંદે જી એ 12 જુલાઇ ના રોજ ખંભાળીયા ગેટ પાસે સખર જીલ્લા પંચાયતની ની વાડી માં સંત નિરંકારી મંડળ દ્વારા આયોજિત બાળ સંત સમાગમ માં વ્યક્ત કર્યા. તેઓ એ સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના પ્રેરક સંદેશ આપતા કહ્યું કે ,"પ્રેમ,અનુશાસન અને આધ્યાત્મિક મૂલ્યો થી બાળકો ના વ્યક્તિત્વ માં નિખાર આવે છે. બ્રહ્મજ્ઞાન શબ્દો નો નહીં ઈશારાનો વિષય છે બ્રહ્મજ્ઞાન નૈતિકતા અને માનવીય મૂલ્યો થી જોડવાની અપીલ કરે છે."


​​​​​​​આ પૂર્વે જામનગર માં વિભિન્ન શહેરો થી પધારેલ બાળકો એ ગીત,કવિતા ,નાટ્ય કવિ દરબાર જેવી પ્રસ્તુતિઓ રજૂ કરી ને માનવતા નો સંદેશ આપેલ.અંત માં ઝોનલ ઈનચાર્જ રામ ઔતર શાક્યજી બાળ સંત સમાગમ ને સંસ્કાર ,ભક્તિ અને પ્રેમ નો અનુપમ સંગમ જણાવી ને હાજર રહેલ શ્રદ્ધાળુ ભક્તો પ્રતિ આભાર વ્યક્ત કરેલ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application