સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં ગઈકાલે સાંજના 5.30 વાગ્યાની આસપાસ બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. ઘટનાને લઈ પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું અને કેમેરાની મદદ ડ્રેનેજ લાઈનમાં શોધખોળ શરૂ કરી હતી. છ કલાકની જહેમત બાદ પણ બાળક ન મળતા મોડીરાત્રે રેસ્ક્યૂની કામગીરી બંધ કરવામાં આવી હતી. આજે ફરી સવારથી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને કલાકો વીતી ગયા છતાં બાળકનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી.
પ્રાપ્ત વિગત મુજબ કતારગામ વિસ્તારમાં સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ (ઉં.વ. 2) માતા સાથે સાંજે 5.30 વાગ્યે બુધવારીમાં ગયો હતો. તે દરમિયાન આઇસ્ક્રિમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યો હતો. તે દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણાં વગરની ખુલ્લી ગટર હતી અને તેમાં બાળક ઊંધા માથે પડ્યો હતો.
અધિકારીઓની કામગીરીને લઈને સમાજના આગેવાને રોષ સાથે જણાવ્યું હતું કે, અધિકારી જ્યારે કાલે અહીં આવ્યા હતા ત્યારે ગટર લાઈનનો નકશો લેવા જવાનું કહ્યું હતું. અમે બધા આખી રાત નકશો આવશે તેની રાહ જોઈને બેઠા હતા, પરંતુ અધિકારી જે હતા તે ઘટના બની છે એના થોડાક જ દૂર બેસીને તાપણું કરી રહ્યા હતાં. આ કેટલી દુ:ખદ બાબત છે કે, અધિકારીઓને કોઈપણ પ્રકારની ગંભીરતા નથી. ફાયર વિભાગ ત્યારે જ શોધી શકે જ્યારે તેને ડ્રેનેજ લાઈનનો પ્રોપર નકશો મળી શકે. પરંતુ અધિકારીઓ યોગ્ય રીતે માર્ગદર્શન આપી રહ્યા નથી, તેના કારણે ફાયર વિભાગ ભલે મહેનત કરી રહ્યું હોય, પરંતુ પરિણામ સામે આવી રહ્યું નથી. આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ.
સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન ચોરસ આકારની છે. જેમાં પાણીનો પ્રવાહ પણ થોડો ઓછો જોવા મળ્યો છે, તેને કારણે સરળતાથી ફાયર વિભાગની ટીમે તપાસ કરી હતી. પરંતુ હવે બાળક ડ્રેનેજ લાઈનમાં ગયું હોવાથી શોધખોળ કરવી મુશ્કેલ છે. કારણ કે, ડ્રેનેજ લાઈનની અંદર પાણીનો પ્રવાહ અને કાદવનું સ્તર ખૂબ જ વધારે છે. ડ્રેનેજમાં પાણી અંદાજે પાંચ ફૂટની આસપાસ છે અને પાણીનો ફોર્સ પણ વધુ છે, જેને કારણે ફાયરના કર્મચારીઓ ડ્રેનેજ લાઈનમાં નીચે ઉતરીને શોધી શકે તે ખૂબ જ મુશ્કેલ છે.
સ્ટ્રોમ ડ્રેનેજમાં બાળક ન મળતા હવે ડ્રેનેજ લાઈનમાંથી બાળક સ્ટેશન તરફ જઈ શકે છે, તેની શક્યતાને ધ્યાને લેતા ફાયર વિભાગની ટીમને વરિયાઓ પંપિંગ સ્ટેશન ખાતે તહેનાત કરી દેવામાં આવી છે. પાણીના પ્રવાહ ઉપર ફાયર વિભાગના કર્મચારીઓ નજર રાખી રહ્યા છે. પાણીનો ફોર્સ વધુ હોવાથી ડ્રેનેજ લાઈનમાં માણસો ઉતારવા અત્યારે મુશ્કેલ છે. મશીનની મદદથી ડ્રેનેજ લાઈનમાંથી કચરો કાઢીને શોધખોળ શરૂ કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન
February 24, 2025 10:28 AMદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech