મુખ્યમંત્રી અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કાલે બપોરે વડાપ્રધાનના આગમન પૂર્વે આવી જશે

  • July 26, 2023 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકારના અડધો ડઝન જેટલા મંત્રીઓ કાલે રાજકોટમાં


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે બપોરે સવા ત્રણ વાગ્યા આસપાસ રાજકોટ આવવાના હોવાથી હિરાસર એરપોર્ટ પર તેના સ્વાગત માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા બપોરે બે વાગ્યા આસપાસ રાજકોટ આવી પહોંચશે અને અહીંથી સીધા જ હિરાસર એરપોર્ટ જવા નીકળી જશે. મુખ્યમંત્રી હિરાસર એરપોર્ટ પર સવા કલાકથી વધુ રોકાણ કરશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવશે ત્યારે તેનું સ્વાગત કરશે.હીરાસર એરપોર્ટમાં મુખ્યમંત્રી વડાપ્રધાનની સાથે જ રહેશે અને ત્યાથી બંને એક જ વિમાનમાં હીરાસરથી રાજકોટ એરપોર્ટ આવી પહોંચશે.



કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આવતીકાલે બપોરે વડાપ્રધાનના આગમન પૂર્વે જ રાજકોટ આવી પહોંચશે અને હિરાસર એરપોર્ટ ખાતે વડાપ્રધાનનું સ્વાગત કરશે.



રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા આજે સવારથી રાજકોટમાં આવી ચૂક્યા છે. આવતીકાલે ગુજરાત સરકારના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના મંત્રી બળવંતસિંહ રાજપુત, મુકેશભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા રાજકોટ આવી રહ્યા છે. નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી વી. કે. સિંગ, મનસુખભાઈ માંડવીયા અને પુરુષોત્તમભાઈ રૂપાલાનો રાજકોટનો પ્રોગ્રામ હજુ સુધી જાહેર થયો નથી.



મુખ્યમંત્રીનો કાલનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ


*બપોરે 2:00 વાગ્યે અમદાવાદથી રાજકોટ આવી પહોંચશે

*બપોરે 02:40 હીરાસર એરપોર્ટ પહોંચશે

*બપોરે 04:05 મિનિટ રાજકોટ એરપોર્ટ પરત ફરશે

બપોરે 04:15 રેસકોસ ગ્રાઉન્ડમાં સભાના સ્થળે પહોંચશે

સાંજે 5:20 વાગ્યે સભાના સ્થળેથી નીકળશે

સાંજે 5:30 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર પહોંચશે

સાંજે 6:15 વાગે અમદાવાદ પહોંચશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application