ઉપલેટા-ધોરાજી ઉપર મુખ્યમંત્રીએ રૂ.૭૬ કરોડ રોડ-રસ્તા માટે મંજૂર કર્યા: ધારાસભ્યની મહેનત રંગ લાવી

  • May 19, 2023 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા-ધોરાજી પંથકમાં વિકાસની ગાડી મંદ પડી ગઈ હતી તેને પુરપાટ દોડાવવા નવ નિયુકત ધારાસભ્ય દ્વારા સરકારમાં ૧૦૦ વધુ કામો છેલ્લા બે માસથી સતત રજૂઆતને પગલે મુખ્યમંત્રીએ ઉપલેટા-ધોરાજી વિસ્તારના ગ્રામ્ય રોડ-રસ્તાઓ માટે ૭૬ કરોડ ‚પિયા મંજૂર કરતા ગ્રામ્ય વિસ્તારનાં માથાના દુખાવારૂપ રસ્તાઓ હવે નવા રૂપ ધારણ કરશે.
​​​​​​​
ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલિયાના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમિયાન ધોરાજીથી ભોળા, છાડવાવદર, ભોલ ગામડા, ચિખલિયા, હાડફોહી સુધી ૧૫ કિ.મી.નો રસ્તો તેમજ ખારચિયાથી ઢાંક મેરવદર અમરાપર સુધી ૧૭ કિ.મી.નો રસ્તો સતત બિસ્માર હાલતમાં હોય આ રોડ ઉપર ગમે ત્યારે વાહનો ચાલી ન શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ જાય તેમ હતી જયારે ઉપલેટાથી પાટણવાવ સુધીના રોડ ઉપર આવેલ નાના-મોટા પુલિયા સાવ બિસમાર હાતલ અને ચોમાસા દરમિયાન પુલ અગાઉ તુટી જવાના બનાવો પણ બન્યા હતા આને કારણે અમુક ગામડાઓના સંપર્ક તુટી જતાં અને ૧૫ કિ.મી. સુધી ફરીને જવું પડતું હોય તેથી ઉપલેટાના વેપાર-ઉદ્યોગ પણ ભાંગી ગયા હતા આવી અનેક ફરિયાદો ઉઠવા પામતા જાગૃત ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલિયા રોડ-રસ્તા અને આરોગ્ય વિભાગના સહિત ૧૦૦ કરતા વધુ લોકોના કામ માટે જે તે ખાતાના અધિકારીઓ અને મંત્રીઓ સાથે સતત મિટીંગો કરી ઉકેલ લાવવા પ્રયાસો કરી રહ્યા હતા છેલ્લે આ પ્રશ્ર્નો માટે સોમવારે મુખ્યમંત્રીને ‚બ‚ મળી તાત્કાલિક ધોરણે રોડ-રસ્તાના કામો ઉકેલાવવા રજૂઆત કરી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ૭૬ કરોડ રૂપિયા મંજૂર કરી વહેલીતકે કામ પૂર્ણ કરવા જે-તે વિભાગને સૂચના આપી હતી.આ અંગે ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યાલયમાંથી માહિતી મળેલ કે ૭૬ કરોડ રૂપિયા મંજૂર કરેલ છે .આ વાત ધોરાજી-ઉપલેટાના મતદારો માટે ગૌરવની વાત છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો જેયલો આભાર માનીએ એટલો ઓછો છે તેમ જણાવેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application