પ્રાપ્ત વિગતો મુજબ, એરપોર્ટ રોડ પર રહેતા કુણાલભાઇ જયંતીભાઇ ચાંદ્રાના વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, શેરમાર્કેટમા઼ ઇન્વેસ્ટમેન્ટ બાબતે રિલ્સ જોઇ રહ્યા હતા ત્યારે એક ઇવેન્ટ કંપનીની જાહેરાત જોઇ હતી જેમાં આપેલી લીંક પર ક્લિક કરતા તેની વેબસાઇટ ખુલી હતી ત્યારબાદ તે સાઇટ પરથી વેપારી કુણાલભાઇને ફોન આવ્યો હતો અને વેપારીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેથી વેપારીએ તેમાં રૂ.20 હજાર ભર્યા હતા અને તેમાં સારું એવું વળતર મળ્યું હતું બાદમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય કટકે-કટકે કુલ રૂ.96.96 જમા કરાવ્યા બાદ તે વિડ્રો થયા હોય અને પૈસા પરત નહીં આવતા તેની સાથે ઠગાઇ થયાનું બહાર આવતા તેને ફરિયાદ કરતા સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ જાડેજા સહિતના સ્ટાફે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ મથકના એસીપી ચીંતન પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઇ જે.એમ.કૈલા અને બી.બી.જાડેજાની રાહબરીમાં સાયબરની ટીમે ભાવનગરમાં આનંદનગર રોડ પર રહેતા રાજુ ઉર્ફે મેમરી વજુભાઇ સોલંકી(ઉ.વ ૩૯), યુવરાજસિંહ મહેશભાઇ મોરી(ઉ.વ ૨૫), સિહોરનો કિશાેર ઉર્ફે ક્રીશ કાબાભાઇ ઉલ્વા(ઉ.વ ૨૯) અને લાઠીના પીપળવા ગામે રહેતો વિજય વજુભાઇ ધનવાણિયા(ઉ.વ ૩૪) ની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીઓની પુછતાછ કરતા આરોપીઓએ શ્રીરામ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ઊભી કરી તેના પ્રોપરાઇટર તરીકે રાજુ સોલંકી તેમજ યુવરાજસિંહ મોરી અને કિશોરએ આઇડીએફસી બેકમાં કરંટ એકાઉન્ટ ખોલવામાં મદદ કરી તે એકાઉન્ટમાં ફ્રોડના ટ્રાજેકશન મુજબ કમિશન પેટે રૂપિયા લેતા અને વિજય કરંટ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્જેક્શન કરતો હોવાનું બહાર આવતા પોલીસે તેની પાસેથી રૂપિયા કબજે કરવા અને અન્ય કેટલા લોકો સાથે ઠગાઇ કરી ? તે અંગે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech