ચંદ્રમુખી 2: કંગના રનૌતનો ફર્સ્ટ લુક આવ્યો સામે, આ તહેવાર પર રીલીઝ થશે ફિલ્મ

  • August 05, 2023 06:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કંગના રનૌત સ્ટારર હોરર કોમેડી ફિલ્મ 'ચંદ્રમુખી 2'માંથી અભિનેત્રીનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થયું  છે જેમાં કંગના લીલા રંગની સાડી પહેરેલી જોવા મળી રહી છે. તેના લુકથી ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા છવાઈ ગઈ છે.


પોસ્ટરમાં કંગના મહેલની અંદર પોઝ આપતી જોવા મળી રહી છે. આ ગણેશ ચતુર્થીએ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થઈ રહ્યું છે. આ પહેલા લાયકા પ્રોડક્શન્સે કંગનાનો એક વીડિયો પણ શેર કર્યો હતો. આ વિડિયોમાં કગન્નાના અલગ-અલગ ફિલ્મો 'ફેશન', 'તનુ વેડ્સ મનુ', 'ક્રિશ 3', 'ક્વીન', 'મણિકર્ણિકા'થી લઈને 'ચંદ્રમુખી 2'ના પાત્રો બતાવવામાં આવ્યા હતા. આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે- 'પ્રતીક્ષા પૂરી થઈ ગઈ! જે રાણીએ વર્ષો સુધી પોતાની નીડરતા, સુંદરતા અને ચારિત્ર્ય વડે આપણા હૃદય પર રાજ કર્યું તે પાછી આવી ગઈ!

'ચંદ્રમુખી 2' બ્લોકબસ્ટર હિટ તમિલ હોરર કોમેડી ફિલ્મ 'ચંદ્રમુખી'ની સિક્વલ છે. ફિલ્મમાં કંગના રાજાના દરબારમાં ડાન્સરની ભૂમિકામાં જોવા મળશે, જે પોતાની સુંદરતા અને પ્રતિભા માટે જાણીતી હતી. ફિલ્મમાં કંગનાની સાથે રાઘવ લીડ રોલમાં જોવા મળશે.

'ચંદ્રમુખી 2' સિવાય કંગના રનૌત બીજી ઘણી ફિલ્મોમાં જોવા મળવાની છે. તે ફિલ્મ 'તેજસ'માં ભારતીય વાયુસેનાના પાયલટના રોલમાં જોવા મળશે. ફિલ્મ 'ઇમરજન્સી'માં તે દિવંગત વડાપ્રધાન ઈન્દિરાની ભૂમિકામાં જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application