લાલપુર: મોડપર ગામે રૂ.૧૧.૮૫ લાખના ખર્ચે બાંધકામ સમિતિના ચેરમેન હસ્તે કોઝવેનું ખાતમુહુર્ત 

  • February 21, 2023 08:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુર: મોડપર ગામે રૂ.૧૧.૮૫ લાખના ખર્ચે બાંધકામ સમિતિના ચેરમેન હસ્તે કોઝવેનું ખાતમુહુર્ત 


સમગ્ર જામનગર જિલ્લામાં વિવિધ વિકાસકામો કરવામાં આવી રહ્યા છે જે અનુસંધાને આજરોજ લાલપુર તાલુકાના મોડપર ગામે જિલ્લા પચાયતના બાંધકામ સમિતિના ચેરમેન હસ્તે કોઝવેનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે....



આજ રોજ બાધકામ સમિતિના ચેરમેન કે બી ગાગિયા હસ્તે લાલપુર તાલુકાના મોડપર ગામે રૂ. ૧૧.૮૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર કોઝ વે.નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે...મોડપર ગામે હોકડી નદી પર કોઝવે બનાવવામાં આવી રહ્યો છે... 



ખાતમુહુર્ત પ્રસંગે લાલપુર તાલુકાના ભાજપના ઉપ પ્રમુખ રમેશભાઈ ગાગિયા...સરપંચ લખુભાઈ થતા તાલુકા સભ્ય જયેશભાઈ,માજી સરપંચ સોમતભાઈ,કાનભાઈ આંબલીયા,અશોક ગાગીયા ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application