મેળામાં સ્ટોલ માટે ફોર્મ ભરનાર ૬૫૬ ધંધાર્થીઓ નિરાશ: ૨૪૪ને ડ્રો ફળ્યો

  • August 01, 2023 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તા. ૯, ૧૦, ૧૧ના હરાજી પછી તા.૧૮થી રિફડં આપવાનું શરૂ થશે



લોકમેળા સમિતિ દ્રારા જન્માષ્ટ્રમીના તહેવારો પર રેસકોર્સના મેદાનમાં યોજાનારા લોકમેળા માટે રમકડા ખાણીપીણી અને નાની ચકરડી માટેના સ્ટોલ મેળવવા ૯૦૦ ધંધાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. આ અંગેનો ડ્રો યોજાઇ જતા રમકડાના ૧૭૮, ખાણીપીણીના ૧૪, મધ્યમ –નાની ચકરડીના ૫૨ સહિત ૨૪૪ ધંધાર્થીઓને કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમથી ડ્રો કરીને સ્ટોલની ફાળવણી કરવામાં આવી હતી. ૬૫૬ ધંધાર્થીઓને ડ્રોમાં સ્ટોલ ન મળતા નિરાશ થયા હતા. આગામી તારીખ ૯ ,૧૦ અને ૧૧ ના રોજ હરાજી થી એ કેટેગરીની ખાણીપીણી, યાંત્રિક રાઈડ, આઈસ્ક્રીમના ચોકઠા, ફડ કોટ અને બી કોર્નર માટે પ્લોટ અને સ્ટોલની ફાળવણી કરવામાં આવશે. આ માટેની તૈયારી શ કરી દેવામાં આવી છે. જેમને ડ્રો પદ્ધતિથી અથવા તો હરાજીમાં સ્ટોલ કે પ્લોટ નહીં મળે તેવા ધંધાર્થીઓને તારીખ ૧૮ ઓગસ્ટ થી રિફડં આપવાનું ચાલુ કરવામાં આવશે. દરમિયાનમાં આજે મેળામાં વિડીયોગ્રાફી, સ્ટેજ અને વોચ ટાવરની જાહેરાત, સિકયુરિટી વગેરેના ટેન્ડર ખોલવામાં આવ્યા છે અને લોએસ્ટ પ્રાઈઝ સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી ટેન્ડર ફાઈનલ કરવામાં આવ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application