વિધાનસભાનું બજેટ સત્ર ૨૩થી શરૂ થશે: તા.૨૪ના બજેટ

  • February 15, 2023 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તા ૨૩મી ફેબ્રુઆરીથી મળી રહ્યું છે. ૧૫ મી ગુજરાત વિધાનસભા નું બીજું અને પ્રથમ અંદાજપત્ર સત્ર ૨૯ માર્ચ સુધી ચાલશે. ૩૫ દિવસ ચાલનારા વિધાનસભાના સત્ર દરમિયાન ૨૭ બેઠકો યોજાનાર છે. બજેટ સત્રના પ્રથમ દિવસે રાયપાલના સંબોધન તેમજ શોકદર્શક ઉલ્લેખ અને સરકારી વિધેયકો સરકારી કામકાજ હાથ ધરવામાં આવશે. સત્રના બીજા દિવસે ૨૪મી ફેબ્રુઆરીએ ભુપેન્દ્ર પટેલ સરકારનું અંદાજપત્ર નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે .લોકસભા ૨૦૨૪ ની ચૂંટણી પૂર્વેના અંદાજપત્રમાં નાણામંત્રી એસ ટી. ઓબીસી, ખેડૂત ,ગરીબ, મહિલાઓને વિધાર્થીઓ માટે વિવિધ યોજનાઓ ની જાહેરાત કરશે આ ઉપરાંત સરકારની તમામ વિભાગમાં ખાલી પડેલી જગ્યા ભરવાની ઘોષણાઓ કરવામાં આવશે. આ બજેટમાં ભાજપ સરકાર આવકના નવા ક્રોતો તરીકે કેટલાક ચાર્જિસ સૂચવી શકે છે. વિધાનસભાના ૨૭ દિવસના કામકાજ દરમિયાન પ્રથમ દિવસે રાયપાલના આચાર્ય દેવ વ્રત ગૃહને સંબોધન કરશે. તારીખ ૨૮ માર્ચ થી બે માર્ચ એમ ત્રણ દિવસ માટે ચર્ચાઓ થશે. ત્રણ અને ચાર માર્ચ એમ બે દિવસ પૂરક ખર્ચ પર ચર્ચાઓ અને માગણી ઉપર મતદાન થશે .ગૃહ તા.૪ અને ૧૮ માર્ચે બે શનિવાર કામકાજ માટે મળશે અગાઉ પણ ગૃહ શનિવાર કામકાજ માટે મળ્યું હતું આ વખતે ૨૭ બેઠકોમાં ૭ માર્ચના રોજ એટલે કે હોળીના દિવસે ગૃહની બે બેઠકો એક જ દિવસે મળશે. આ સિવાય તમામ દિવસો દરમિયાન એક એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.હોળી અને ધુળેટી નો તહેવાર આવી રહ્યો હોવાથી ધારાસભ્યોની લાગણીને માન રાખીને ધૂળેટીના દિવસોની રજા આપવાનો નિર્ણય કામકાજ સલાહકાર સમિતિમાં કરવામાં આવ્યો છે. વિધાનસભાના સત્ર દરમિયાન છ માર્ચથી નવ માર્ચ દરમિયાન અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાઓ થશે ૧૦ માર્ચથી ૧૨ દિવસ દરમિયાન વિવિધ વિભાગની માગણીઓ પર ચર્ચા થશે અને મતદાનનો યોજાશે તા.૨૮ અને ૨૯ માર્ચના રોજ સરકાર વિધેયક ઉપર ચર્ચા અને મતદાન થશે. ઉપરાંત તા. ૨૯ મી એ છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. આ વિધાનસભાના ૩૫ દિવસના કામકાજ દરમિયાન ૨૭ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે સાતમી માર્ચ હોળીના દિવસે બે બેઠકો અને ધુળેટીને દિવસ રજા આપવામા આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application