મોરબીના નીચી માંડલ ગામે બાઈક કેનાલમાં ખાબક્યું, એકની શોધખોળ

  • December 08, 2023 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી તાલુકાના નીંચી માંડલ ગામ થી વાંકળા જવાના રસ્તા નજીક પસાર થતી કેનાલમાં ડબલ સવારી બાઈક ખાબક્યું હોય જેમાં બાઈકમાં સવાર એક વ્યક્તિ બહાર નીકળી ગયો હતો તો અન્ય એકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નીંચી માંડલ ગામ થી વાંકળા જવાના રસ્તા નજીક પસાર થતી કેનાલમાં ડબલ સવારી બાઈક ખાબક્યું હતા જેથી બાઈકમાં સાથે બંને વ્યક્તિઓ કેનાલમાં ડૂબ્યા હતા જેમાંથી એક વ્યક્તિ કેનાલની બહાર નીકળી શક્યો હતો જો કે અન્ય એક વ્યક્તિ કેનાલમાં ડૂબી જતા આસપાસના લોકો અને નીંચી માંડલ ગામના સરપંચ પદુભા સ્થળ પર દોડી ગયા અને ડૂબી ગયેલા વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી હતી તેમજ ધટના અંગે મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ પર દોડી જઇને શોધખોળ હાથ ધરી છે નીંચી માંડલ ગામના સરપંચ પદુભા પાસેથી માહિતી મળી હતી કે બાઈકમાં સુનીલ અને અશ્વિન કારુભાઈ મોઢુંતારીયા રહે બંને રફાળીયા વાળા કેનાલમાં ડૂબ્યા હતા અને સુનીલને તરતા આવડતું હોવાથી તે બહાર નીકળી ગયો હતો પરંતુ અશ્વિન કેનાલમાં ડૂબી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application