હાથરસ જિલ્લામાં ભોલે બાબા એટલે કે નારાયણ સાકર હરિના સત્સંગ દરમિયાન થયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. માનવ મંગલ મિલન સદભાવના સમાગમ સમિતિ દ્વારા સ્વયં ઘોષિત 'ભગવાન ' નારાયણ સાકર હરિ, જેને સાકર વિશ્વ હરિ અથવા ભોલે બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, નાસભાગમાં શ્રદ્ધાળુઓ ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. અકસ્માતમાં ઘાયલોને જિલ્લાના સિકન્દ્રા રાવ ટ્રોમા સેન્ટર અને એટાહની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ઘટનાસ્થળના વિડીયોમાં લોકોને એમ્બ્યુલન્સ, ટ્રક અને કારમાં સિકંદરા રાવ ટ્રોમા સેન્ટરમાં મૃત કે બેભાન પીડિતોને લાવતા દર્શાવવામાં આવ્યા હતા. અકસ્માતના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો અને સગા-સંબંધીઓની આક્રંદ કરી રહ્યા છે.
આ ઘટના મામલે એક મોટી માહિતી સામે આવી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ભોલે બાબાના સત્સંગમાં જનારા દરેક ભક્તને પાણી વિતરણ કરવામાં આવે છે. બાબાના અનુયાયીઓનું માનવું છે કે આ પાણી પીવાથી તેમની સમસ્યાઓ દૂર થાય છે. પટિયાલી તહસીલના બહાદુર નગર ગામમાં સ્થિત તેમના આશ્રમમાં બાબાનો દરબાર પણ ભરાય છે. આશ્રમની બહાર એક હેન્ડપંપ પણ છે. દરબાર દરમિયાન આ હેન્ડપંપ પરથી પાણી પીવા માટે લાંબી કતારો લાગે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પાણી પીવા માટે લાંબી કતાર લાગી હતી અને આ દરમિયાન બાબાની ગાડી ત્યાંથી નીકળતા લોકો તેમના દર્શન કરવા દોડીયા હતા અને તેમાં જ ભાગદોડ મચી ગઈ હતી.
કાસગંજ જિલ્લાના પટિયાલી તાલુકાથી ચાર કિમી દૂર બહાદુર નગર ગામમાં ભોલેબાબાનું પોતાનું ઘર છે. તેમનો આશ્રમ ત્યાં બનેલો છે, જ્યાં ભોલે બાબાના ભક્તો દર મંગળવારે આશ્રમમાં આવે છે, મંગળવારે હાથરસ જિલ્લાના મુગલગઢી ગામમાં માત્ર એક દિવસનો સત્સંગ યોજવામાં આવ્યો હતો. આ સત્સંગમાં 50 હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી. પંડાલમાં નાસભાગ બાદ ભીષણ ગુંગડામણ અને ગરમીના કારણે નાસભાગ સ્થિતિ વધુ વણસી અને લોકોએ જીવ ગુમાવ્યા.
સરકારી હોસ્પિટલમાં એક પછી એક મૃતદેહો આવી રહ્યા છે અને મૃતદેહોનો ઢગલો થઈ ગયો છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. સીએમ યોગીએ પણ અકસ્માતની નોંધ લીધી છે અને સમગ્ર ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech