અતીક-અશરફ હત્યા બાદ મોટો નિર્ણય, MHA પત્રકારોની સુરક્ષા માટે તૈયાર કરશે SOP

  • April 16, 2023 06:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. પોલીસ કસ્ટડીમાં અતીક અહેમદ પર હુમલો કરનાર ત્રણ યુવકો મીડિયા પર્સન તરીકે ભીડમાં જોડાયા હતા. આવી સ્થિતિમાં હવે ગૃહ મંત્રાલય પત્રકારોની સુરક્ષા માટે SOP તૈયાર કરશે. પત્રકારોને સુરક્ષા આપવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય (MHA) પત્રકારોની સુરક્ષા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવા જઈ રહ્યું છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન, પત્રકાર તરીકે દેખાતા ત્રણ લોકોએ બંને ભાઈઓની ગોળી મારીને હત્યા કરી દીધી જ્યારે પોલીસકર્મીઓ તેમને અહીં મેડિકલ કોલેજમાં પરીક્ષા માટે લઈ જઈ રહ્યા હતા.

FIR મુજબ, આરોપીઓએ કહ્યું કે તેઓ અતીક-અશરફ ગેંગનો સફાયો કરવા માગે છે, જેથી રાજ્યમાં તેમનું નામ બને. તે લોકો પોલીસની કોર્ડનનો અંદાજો લગાવી શક્યા ન હતા અને પોલીસની ઝડપી કાર્યવાહીથી તેઓ ઝડપાઈ ગયા હતા. તે ઘણા દિવસોથી અતીક અને અશરફને મારી નાખવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ તેને યોગ્ય સમયે કે તક મળી ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application