રાજકોટની મુલાકાત પૂર્વે ભુપેન્દ્રભાઇ વરસ્યા મહાપાલિકાને રૂા.૧૦૩ કરોડની ગ્રાન્ટ ફાળવી

  • July 21, 2023 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે તે પૂર્વે જ આજે તેઓ રાજકોટ ઉપર વરસી પડા હતા અને વિવિધ વિકાસકામો માટે .૧૦૩ કરોડની ગ્રાન્ટનો ચેક આપ્યો હતો.





ગાંધીનગર ખાતે આજે રાયભરની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના શહેરી વિકાસના વિવિધ કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કુલ .૧૫૧૨ કરોડના ચેક અર્પણ સમારોહ યોજાયો હતો જેમાં રાજકોટ મહાનગરપાલિકાને આપવામાં આવેલ .૧૦૩ કરોડનો ચેક મેયર સહિતના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશ્નર દ્રારા સ્વીકારવામાં આવ્યો હતો.





વિશેષમાં આ અંગે મેયર ડો.પ્રદીપભાઇ ડવએ જણાવ્યું હતું કે આજ રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સવારે ૧૦ કલાકે રાયની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે .૧૫૧૨ કરોડના ચેકનો અર્પણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાને .૧૦૩ કરોડનો ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. વિકાસ કામો માટેનો આ ચેક મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, મ્યુનિસિપલ કમિશ્નર આનદં પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા વગેરે દ્રારા સ્વીકારવામાં આવેલ. ચેક અર્પણ સમયે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા પણ સાથે જોડાયા હતા.




અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં આ રકમ નળ,ગટર, લાઇટ, સફાઈ, પાણી તેમજ રોડ રસ્તા અને નવા ભળેલા વિસ્તારોના વિકાસ સહિતના વિવિધ વિકાસ કામો માટે વપરાશમાં લેવાશે તેમ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application