સોશિયલ મીડિયા પ્લેટફોર્મે સમાજમાં પરિવર્તન લાવવામાં કોઈ કસર છોડી નથી. ક્યાંકથી આવેલો મેસેજ થોડી જ ક્ષણોમાં ગમે ત્યાં પહોંચી જાય છે. એટલું જ નહીં, ઘણા લોકોને આનાથી આજીવિકા કમાવવાની ખાસ તક પણ મળી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક મહિલા ટ્રેન્ડ કરી રહી છે જે માત્ર વાળ ધોઈને કરોડપતિ બની ગઈ છે. તેણે એક આલીશાન ઘર પણ ખરીદ્યું છે.
એક અહેવાલ મુજબ, સ્કોટિશ મહિલા ગિયા ઓ'શૉગનેસીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક પર ઘણા બધા ફોલોઅર્સ છે અને આશ્ચર્યજનક વાત એ છે કે તે માત્ર વાળ ધોવાના વીડિયો બનાવીને ઘણી કમાણી કરે છે (એવરેજ રૂ. ૪ લાખ પ્રતિ. વિડિયો) પરિણામ એ આવ્યું કે આ પછી જિયાએ નોકરી છોડી દીધી અને ફુલ ટાઈમ કન્ટેન્ટ ક્રિએટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જિયા પર એક સમયે ૮ લાખ રૂપિયાની લોન હતી, પરંતુ તે વીડિયો પછી તેણે એટલી કમાણી કરી કે જિયાએ માત્ર ૨૯ વર્ષની ઉંમરમાં જ ૧.૮ કરોડ રૂપિયાનું આલીશાન ઘર ખરીદ્યું હતું. બે બાળકોની માતા જિયા આ દિવસોમાં ફરી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. તેણી કહે છે કે તેને એક વીડિયો બનાવવામાં લગભગ એક કલાકનો સમય લાગે છે, પરંતુ સરેરાશ કમાણી ૪ લાખ રૂપિયા છે. હવે તે અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાહેરનામાના ભંગ કરતી બોટો સામે દ્વારકા એસ.ઓ.જી ની કડક કાર્યવાહી
June 24, 2024 05:22 PMરાજકોટના કોઠારિયા રોડ પર બાલાજી પાર્ક સોસાયટી પાસે કાદવમાં છકડો રીક્ષા ફસાઈ
June 24, 2024 03:55 PMરાજકોટ–પડધરીમાં દોઢ, લોધીકામાં પોણા બે ઈંચ વરસાદ
June 24, 2024 03:53 PMરાજકોટ મનપાની ભરતી પરીક્ષામાં ૧૪૨૪ ઉમેદવારો ગેરહાજર રહ્યા
June 24, 2024 03:51 PMસૌરાષ્ટ્ર યુનિ. ખાતે ABVP દ્વારા GCAS પોર્ટલ થકી થતી સમસ્યા અંગે વિરોધ
June 24, 2024 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech