યુવતીની માતાએ માર્કેટમાંથી જ ચીલઝડપ કરનાર મહિલાને ઝડપી લઇ પોલીસને બોલાવી: વૃધ્ધાની માળા સેરવી લેનારની શોધ
શાકમાર્કેટ સહિતના ભીડભાળવાળા વિસ્તારોમાં ચીલઝડપના બનાવો અવારનવાર બનતા હોય છે. ત્યારે વધુ એક આવો બનાવો શહેરના મવડી મેઇન રોડ પર આવેલી શાકમાર્કેટમાં બનવા પામ્યો છે. અહીં વૃદ્ધાનાગળામાંથી સોનાની દોઢ તોલાની માળા અને યુવતીના ગળામાંથી સોનાના પેંડલની ચીલઝડપ કરવામાં આવી હતી. જોકે સ્થળ પર જ ચીલઝડપ કરનાર એક મહિલાને લોકોએ ઝડપી લીધી હતી જેણે યુવતીના ગળામાંથી પિયા ૫,૦૦૦ નું પેન્ડલ સેરવી લીધું હોવાનું માલુમ પડું હતું યારે તેની સાથેના અજાણ્યા શકશે વૃદ્ધાના ગળામાંથી માળા આંચકી લીધો હોય જેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ન્યુ માતિ પાર્ક શેરી નંબર ૧ સત્યસાંઈ રોડ પર રહેતા ઓતમબેન દામજીભાઈ ભૂત (ઉ.વ ૬૫) નામના વૃદ્ધાએ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજના તે તથા તેમના પાડોશમાં રહેતા મધુબેન મવડી મેઇન રોડ ઉપર આવેલી શાક માર્કેટમાં ખરીદી કરવા માટે ગયા હતા. તેઓ શાકભાજીની લારી પાસે ખરીદી કરતા હતા ત્યારે તેમનું ધ્યાન પોતાના ગળા પર જતા તેમણે પહેરે સોનાની તુલસીની માળા જે દોઢ તોલાની પિયા ૯૦,૦૦૦ ની કિંમત ની હોય તે જોવા મળી ન હતી જેથી તેમણે તુરતં પોતાના પુત્ર કાંતિલાલને ફોન કર્યેા હતો.
દરમિયાન અહીં દસેક ફટ દૂર બોલાચાલીનો અવાજ આવતા તે તથા મધુબેન અહીં જતા એક મહિલાએ અન્ય એક ક્રીને પકડી રાખી હોય અને તે કહેતી હતી કે, આ ક્રીએ મારી દીકરીએ પહેરેલ ઓમકારનું પેન્ડલ કાપી લીધેલ છે. પોલીસને બોલાવતા પોલીસ પણ અહીં આવી ગઈ હતી. બાદમાં વૃદ્ધા તથા આ મહિલા પોલીસ સ્ટેશન ગયા હતા.
આ મહિલાનું નામ યોતિબેન હોય જેની દીકરીના ગળામાંથી આ ક્રી કે જેનું નામ કાજલ કિશનભાઇ સોલંકી (રહે જંકશન રેલવે સ્ટેશન બહાર ઝૂંપડપટ્ટી, રાજકોટ) એ આ પેન્ડલ સેરવી લીધું હોવાનું માલુમ પડું હતું પરંતુ વૃદ્ધાએ પહેરેલ પિયા ૯૦ હજારની કિંમતની સોનાની માળા વિશે પોતે કઇં જાણતી હોવાનું પકડાયેલી આ મહિલાએ જણાવ્યું હતું જેથી પોલીસે કાજલ તથા તેની સાથેના અજાણ્યા શખસો સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખેતરમાં ખોદકામ કર્યું અને થઇ ગયો માલામાલ
September 20, 2024 10:05 AMખેતરમાં વધી ગયા હતા મચ્છર તો ખેડૂતે કર્યો જુગાડ, ભેંસને બાંધી મચ્છરદાનીમાં
September 20, 2024 10:02 AMઆ દેશમાં લગ્નની વિચિત્ર પરંપરા, દુલ્હન પર ફેંકવામાં આવે છે ઈંડા અને દૂધ
September 20, 2024 10:00 AMઆ રાશિના જાતકો સાવધાન, પિતૃદોશથી બચવા કરો આ ઉપાય, થઇ જશો માલામાલ
September 20, 2024 09:48 AMઈઝરાયેલી સેનાનું અમાનવીય કૃત્ય, મળદાઓને અગાસી પરથી ફેક્યાં, પેલેસ્ટાઈને કરી ટીકા
September 20, 2024 09:47 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech