ભાવનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડીના ૧૭ માં પાટોત્સવની ધામધૂમ પૂર્વક થશે ઉજવણી

  • May 10, 2023 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

મંદિર, શાસ્ત્ર અને સંત ભારતીય સંસ્કૃતિના ત્રણ આધાર સ્તંભો છે. મંદિર પરમાત્માને પામવાનું સ્થાન અને જીવન ઘડતરની પાઠશાળા છે. મંદિર ભારતીય સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે.


બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે વર્ષ ૨૦૦૬,  વૈશાખ વદ સાતમના દિવસે ગોહિલવાડ, ભાવનગરનું ગૌરવ અને નજરાણું  કહી શકાય એવું ગુલાબી પત્થરો અને પારંપરિક શિલ્પ, સ્થાપત્ય, કલા કોતરણી યુક્ત 

ભવ્ય બી. એ.પી.એસ.  સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડીની ભેટ આપી છે.  


આજે આ મંદિર અધ્યાત્મની સાથે શિક્ષણ, સમાજ સેવા અને સંસ્કારની ગંગોત્રી વહાવી રહ્યું છે. આ ભવ્ય મંદિરના ૧૭ માં પાટોત્સવ ઉપક્રમે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી  સંસ્થાના સદગુરુ સંત ઘનશ્યામચરણ સ્વામીની ઉપસ્થિતિમાં "મંદિરમાં પ્રભુ બિરાજે છે" એ થીમ આધારિત  પંચ દિવસીય વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. 


પાટોત્સવ ઉપક્રમે તા. ૧૨.૫.૨૩ શુક્રવારે સવારે ૭ થી ૮ મંદિર પાટોત્સવ વિધિ થશે તથા પ્રવચન માળા ઉપક્રમે રાત્રે ૯ થી ૧૧ સોમપ્રકાશ સ્વામી દ્વારા 'મંદિર : જ્યાં પ્રભુ પ્રગટ છે ' એ વિષયક પ્રવચનનો લાભ પ્રાપ્ત થશે. તા. ૧૩.૫.૨૩ રાત્રે ૯ થી ૧૧ સારંગપુરના મહા મહોપાદ્યાય, દર્શનાચાર્ય સંત ભદ્રેશ સ્વામી દ્વારા  'મંદિર : ઉપાસનાનું ધામ ' પ્રવચનનો લાભ પ્રાપ્ત થશે. તા. ૧૪.૫.૨૩ રવિવારે સાંજે ૫.૦૦ થી ૬.૦૦ વિશ્વ શાંતિ મહાપૂજા, ૬.૩૦ થી રવિ સત્સંગસભા અંતર્ગત સારંગપુરના સંગીતજ્ઞ સંતો દ્વારા કીર્તન આરાધનાનો લાભ પ્રાપ્ત થશે. 


તા. ૧૫.૫.૨૩ રાત્રે ૯ થી ૧૧ 'મંદિર : નિત્ય સાધનાનું સ્થાન'  વિષય ઉપર ગઢડા મંદિરના કોઠારી સંત પૂ.અધ્યાત્મ સ્વરૂપ સ્વામી તથા ૧૬.૫.૨૩ રાત્રે ૯ થી ૧૧ 'મંદિરના સર્જક સત્પુરુષ ' વિષય ઉપર સારંગપુરના કોઠારી સંત જ્ઞાનેશ્વર સ્વામી પ્રવચનનો લાભ આપશે. તા. ૧૫.૫.૨૩ સુધી દરરોજ સવારે ૮ થી ૯ દરમ્યાન ઘનશ્યામચરણ સ્વામી કથાવાર્તાનો લાભ આપશે. અક્ષરવાડી મંદિરના ૧૭ માં પાટોત્સવ ઉપક્રમે પંચ દિવસીય કાર્યક્રમોનો સહ પરિવાર લાભ લેવા સૌને મંદિર તરફથી હાર્દિક આમંત્રણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application