Video : બિગબોસ વિનરના લાઈવ પર્ફોમન્સનો સ્ટેજ કબજે કરી બજરંગ દળના કાર્યકર્તાઓએ આપી ખુલ્લી ધમકી, હજારો ફેન્સે લગાવ્યા MCના નારા

  • March 18, 2023 07:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીવી જગતના ફેમસ શો બિગ બોસ 16ના વિજેતા એમસી સ્ટેન પોતાની જીત બાદ સોશિયલ મીડિયા પર સતત હેડલાઈન્સમાં છે. તાજેતરમાં જ એમસી સ્ટેન લાઈવ કોન્સર્ટ કરવા ઈન્દોર પહોચ્યો હતો. આ લાઈવ કોન્સર્ટમાં ચાહકોનો પણ મેળાવડો જોવા મળ્યો હતો. જો કે, કોન્સર્ટ દરમિયાન કેટલાક લોકોએ સ્ટેજ પર પહોંચીને હંગામો મચાવ્યો હતો. સમાચાર આવી રહ્યા છે કે હંગામો મચાવનારા લોકો બજરંગ દળના સભ્યો હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 17 માર્ચે ઈન્દોરમાં એમસી સ્ટેનનો લાઈવ કોન્સર્ટ યોજાઈ રહ્યો હતો, જ્યાં ચાહકોની ભારે ભીડ હતી. આ પ્રસંગે હજારો લોકો પોતાના ફેવરિટ સ્ટારની એક ઝલક મેળવવા માટે એકઠા થયા હતા. કેટલાક લોકોએ પોતાને બજરંગ દળના સભ્ય ગણાવ્યા અને મંચ પર પહોંચીને ભારે હંગામો મચાવ્યો. તેમણે કહ્યું હતું કે એમસી સ્ટેનના ગીતો ખુલ્લેઆમ મહિલાઓના દુર્વ્યવહાર અને વાંધાજનક ટીપ્પણીઓ વાળા હોય છે .


એટલું જ નહીં, તેઓએ એમ પણ કહ્યું કે એમસી સ્ટેન તેના રેપમાં ડ્રગ્સને પ્રોત્સાહન આપે છે, જેની યુવાનો પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આ જોઈને કેટલાક લોકો રેપરના કોન્સર્ટમાં પહોંચી ગયા અને સ્ટેજ પર પહોંચ્યા પછી તેઓએ રેપરને ધમકી આપી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application