જયારથી માયાવતીએ તેના ભત્રીજા આકાશ આનંદને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યો છે. ત્યારથી તેણે બસપાને મજબૂત કરવા કમર કસી લીધી છે. પાર્ટી સંગઠનને મજબૂત કરવા અને યુવા વર્ગને જોડવા તે સતત પ્રયત્નશીલ રહે છે. હવે જયારે લોકસભાની ચૂંટણી આગામી સમયમાં યોજાવાની છે ત્યારે માયાવતી તેના જન્મદિવસ પર કોઇ મહત્વની જાહેરાત કરે તેવી અટકળોએ વેગ પકડયો હતો. પણ હવે માયાવતીનો જન્મદિવસ આવે તે પહેલા જ આકાશ આનંદે એક મોટી જાહેરાત કરી દીધી છે. આકાશે બસપામાં જોડાવા માટે એક અનોખી પહેલ કરી છે.
વાસ્તવમાં, બસપાના વડા માયાવતીના ભત્રીજા આકાશ આનંદે બહુજન સમાજવાદી પાર્ટી સાથે જોડાવા માટે એક નંબર જાહેર કર્યો છે. આ સાથે જ તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, 'ન તો અમે રોક્યા છીએ, ન રોકાઇશું, અમે સત્તાની 'ગુરુ કિલ્લી' લઇને રહીશું. આપણે આપણા અધિકારોની લડત માટે, સામાજિક પરિવર્તનના સંધર્ષ માટે, દેશમાં સમાન સમાજ બનાવવા માટે સંગઠિત થવું પડશે અને આ તમારી સાથે શરૂ થાય છે.' તેમ કહી આ સંદેશને એક પ્રકારે મિશન ગણાવી આ મિશનમાં જોડાવા માટે એક નંબર જાહેર કર્યો છે. જેના પર મિસ્ડ કોલ કરી બસપા સાથે જોડાવા માટે આહવાન કર્યું છે.
મહત્વનું છે કે ભાજપ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી કાર્યકરોને જોડવા સાથે ઘેર-ઘેર સુધી પહોંચી પક્ષ સાથે જોડવાની વ્યૂહરચના અપનાવતી હોય છે. ત્યારે બસપા સુપ્રિમો માયાવતીના ભત્રીજા આનંદે પણ લોકો સુધી પહોંચવાનો અને લોકોને પાર્ટીમાં સામેલ કરવાનો આવો જ કઇક રસ્તો અપનાવ્યો છે.
આપને જણાવી દઇએ કે, 2019માં આકાશને બસપાના રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા હતા. આ સમયે માયાવતીએ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન તોડીને પાર્ટી સંગઠનમાં ફેરબદલ કર્યા હતા. તાજેતરના વર્ષોમાં, આકાશે પાર્ટીની અંદર તેની પ્રવૃત્તિઓ વધારી દીધી છે અને ચૂંટણીમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેઓ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા જેવા ચૂંટણી રાજ્યોમાં પાર્ટીની કમાન સંભાળી રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech