BREAKING NEWS

વારસાઈ મિલકત બાબતે મીઠાપુરના યુવાન પર મામા તથા પરિવારજનોનો હુમલો

  • April 01, 2026 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વારસાઈ મિલકત બાબતે મીઠાપુરના યુવાન પર મામા તથા પરિવારજનોનો હુમલો

મીઠાપુરમાં ન્યુ મર્ચન્ટ કોલોની ખાતે રહેતા અને કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા નવીદભાઈ હનીફભાઈ હાકડા નામના ૩૨ વર્ષના યુવાનને બિભત્સ ગાળો કાઢી, આરંભડા વિસ્તારમાં રહેતા આરોપી હારૂન ઓસમાણ માકોડા, તારમામદ ઓસમાણ માકોડા, હુસેન ઓસમાણ માકોડા, સરવર તારમામદ માકોડા, વસીમ હુસેન અને ઉસ્માન હુસેન માકોડા દ્વારા ફરિયાદી નવીદભાઈ તથા સાહેદ અનિશભાઈ અને ઈકબાલ કાકા વિગેરેને બિભત્સ ગાળો કાઢી, માર મારી, ફેક્ચર જેવી ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ફરિયાદી નવીદભાઈના માતા તથા આરોપી હારુન ઓસમાણ માકોડા બંને ભાઈ-બહેન થતા હોય અને આરોપીએ તેના પિતાની જમીનમાં બહેનોના વારસાઈ નામ રાખ્યા ન હતા. જેથી ફરિયાદી નવીદભાઈના માતા તથા અન્ય બહેનોએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે બાબતનું મનદુ:ખ રાખી, ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે તમામ છ આરોપીઓ સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​


​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News