રાજકોટ મહાપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેકટ એરિયાને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું નામ આપવા માટે સમાજ કલ્યાણ સમિતિ દ્રારા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, આ સાથે જ હવે સ્માર્ટ સિટી પ્રોજેકટનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગુજરાત રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અથવા તો કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રીના હસ્તે સ્માર્ટ સિટી પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવે તેવી શકયતા છે અને આ બંને મહાનુભાવોનો સમય માંગવામાં આવ્યો છે અલબત્ત હજુ સુધી તારીખ મામલે કન્ફર્મેશન આવ્યું નથી. એક તબક્કે રાજકોટ મહાપાલિકાના ૫૧મા સ્થાપના દિવસ નિમિત્તે તા.૧૯ નવેમ્બરે જ સ્માર્ટ સિટી પ્રોજેકટનું લોકાર્પણ કરવા માટે વિચારણા હતી પરંતુ તે શકય બન્યું નથી તેમ છતાં હવે ગણતરીના દિવસોમાં આ પ્રોજેકટનું લોકાર્પણ થઈ જશે તે નિશ્ચિત છે.
વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ કુલ .૧૦૦૦ કરોડના સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત સૌપ્રથમ ગત તા.૧ એપ્રિલ ૨૦૨૪ના રોજ ૭૫ એકરમાં .૧૩૬ કરોડના ખર્ચે કયુબ કન્સ્ટ્રકશન દ્રારા નિર્માણ કરાયેલા અટલ સરોવરનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
એલ એન્ડ ટી કંપની હસ્તકના રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું કામ અધૂં હતું જે વહેલી તકે પૂર્ણ થાય તે માટે સતત પ્રયાસો ચાલી રહ્યા હતા અને હવે આ કામ પૂર્ણ થયું છે તેથી લોકાર્પણ માટેની તૈયારી શ કરવામાં આવી છે, આ માટે ગુજરાત રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અથવા તો કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાવવાની વિચારણા ચાલી રહી છે અને બંને મહાનુભાવોનો સમય માંગવામાં આવ્યો છે તારીખનું કન્ફર્મેશન આવતાની સાથે લોકાર્પણની તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. .૫૩૮ કરોડના ખર્ચે એલ એન્ડ ટી કંપની દ્રારા રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરનો પ્રોજેકટ સાકાર કરવામાં આવ્યો છે.
અલબત્ત બીએસએનએલને સોંપવામાં આવેલા પાન સીટી ઈન્ફ્રાસ્ટ્રકચર અને સોટવેરનું કામ હજુ અધૂં છે અને તે માટે તેને નોટિસ પણ આપવામાં આવી છે પરંતુ સમગ્ર સ્માર્ટ સિટી પ્રોજેકટનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું હોય હવે લોકાર્પણ કરી દેવામાં આવશે અને પાન સીટીનું કામ ત્યારબાદ પણ ચાલુ રહેશે.
સ્માર્ટ સિટી એરિયામાં ડેવલપ કરાયેલા સરોવરને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી નું નામ આપી અટલ સરોવર નામકરણ કરાયું હતું ત્યારબાદ સ્માર્ટ સિટી એરીયા માં ડેવલપ કરાયેલા રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ના પ્રોજેકટને પણ પૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેયીનું નામ આપવા સમાજ કલ્યાણ સમિતિએ ઠરાવ પસાર કર્યેા છે. એકંદરે હવે સમગ્ર સ્માર્ટ સિટી પ્રોજેકટ એરીયાને અટલ સ્માર્ટ સિટી એરીયા તરીકે ઓળખવામાં આવશે. સમિતિમાં ઠરાવ પસાર થઈ ગયા બાદ આગામી તા.૧૯ નવેમ્બરના રોજ મળનારી જનરલ બોર્ડ મિટિંગમાં આ નામકરણ ઠરાવની દરખાસ્ત અરજન્ટ બિઝનેસ સ્વપે રજૂ થશે.
ભારત સરકાર દ્રારા ૨૦૧૪માં જાહેર કરાયેલા સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત દેશના કુલ ૧૦૦ શહેરોની પસંદગી કરવામાં આવી હતી જેમાં ૨૦૧૯માં રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ નામની સ્પેશિયલ પર્પઝ વ્હીકલની સ્થાપના કરી પ્રોજેકટની કામગીરી શ કરવામાં આવી હતી આ પ્રોજેકટ માટે રૈયા વિસ્તારમાં ૯૩૦ એકર જમીનની પસંદગી કરવામાં આવી હતી અને ત્યાં આગળ ખૂબ જ ટૂંકા સમયગાળામાં રહ્યા ટીકી સ્કીમ નં.૩૨ની રચના કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech