ગોકુલનગરમાં શરાબના ચપટા સાથે એક ઝબ્બે

  • April 28, 2023 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ગોકુલનગર રડાર રોડ પરથી એક શખ્સને અંગ્રેજી દારૂના ત્રણ ચપલા લઇને નીકળતા પોલીસે દબોચી લીધો હતો.
જામનગરના શાંતીહાર્મોની બી-૨૦૩, ખાતે રહેતા વેપારી દિપક મુળજી જોઇસર (ઉ.વ.૩૫)ને અંગ્રેજી દારૂની ૩ ચપટા લઇને રડાર રોડ પરથી નીકળતા સીટી-સી પોલીસે દબોચી લીધો હતો.


આ ઉપરાંત જામનગરના મિયાણાવાસમાં રહેતા નિઝામ ઓસમાણ જામ (ઉ.વ.૨૭)ને કેફી પીણું પીધેલી હાલતમાં સ્કુટર નં. જીજે૧૨ઇઆર-૨૫૭૭ ચલાવીને પંચવટી સર્કલ રોડ પરથી નીકળતા સીટી-બી પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application