જામનગરમાં વધુ એક શખ્સ પાસાના પાંજરે પુરાયો
મારામારીના ચાર ગુનામાં સંડોવણી : વડોદરા મઘ્યસ્થ જેલમાં ધકેલવા તજવીજ
જામનગરમાં તાજેતરમાં એક બુટલેગર સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યા બાદ મારામારીના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા વોરન્ટ હેઠળ અટકમાં લઇને વડોદરા મઘ્યસ્થ જેલમાં મોકલી આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી જળવાઇ રહે તે માટે અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો વિરુઘ્ધ કડક હાથે કામગીરી કરવા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીએ સુચના આપેલ હોય.
જે અન્વયે પીઆઇ વી.બી. ચૌધરી તથા સીટી-સી પીઆઇ એન.બી. ડાભી, રાજનભાઇ, યોગરાજસિંહ દ્વારા જામનગર જીલ્લામાં અગાઉ મારામારીના ચાર ગુનાની પ્રવૃતિ સાથે સંકળાયેલ વિજય કેશુ વરાણીયા રહે. શંકરટેકરી સુભાષપરાર શેરી નં. ૨, જામનગરવાળાની સામે પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટ પી.બી. પંડયા તરફ મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટે ઇસમનું પાસા વોરન્ટ ઇસ્યુ કરતા જે વોરન્ટની બજવણી વી.એ. પરમાર તથા શરદભાઇ પરમાર, હીરનભાઇ વરણાએ કરી ઇસમ વિજય વરાણીયાને વડોદરાની મઘ્યસ્થ જેલમાં મોકલી આપવા તજવીજ કરી હતી.