લોકપ્રિય સ્કુલમાં વધુ એક નજરાણું... સ્વીમીંગની તાલીમ

  • April 19, 2023 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ન્યુ જામનગરમાં આવેલ લોકપ્રિય પ્રોવેડેન્શિયા ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે સ્વીમીંગની તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો અને સ્વીમીંગ શીખવાનું પ્રયાસ કર્યો હતો, વર્તમાનમાં સ્વીમીંગની તાલીમ જામનગરમાં કોઇપણ શિક્ષણ સંસ્થા દ્વારા આપવામાં આવતુું નથી, લોકપ્રિય સ્કુલના ડાયરેકટર વિરલ જૈન એ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની રૂચી અને વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા સ્વીમીંગ તાલીમ માટે વારંવાર સંસ્થાને ઘ્યાન દોરવામાં આવતું હતું, વાલીઓના આ અનુરોધના પગલે અને વિદ્યાર્થીઓને સ્વીમીંગ પ્રત્યેની રૂચીને જોઇને શાળા દ્વારા સ્વીમીંગની એક્સ્ટ્રા એક્ટીવીટી હવે શરૂ કરવામાં આવી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં મોટા નામ ધરાવતી શાળાઓમાં પણ આ તાલીમ જોવા મળતી નથી, પણ લોકપ્રિય સ્કુલ શ્રેષ્ઠ શિક્ષણની સાથે સાથે હવે જામનગરને શ્રેષ્ઠ તરવૈયાઓ તૈયાર કરવાનું પણ દ્રઢ નિશ્ર્ચય કર્યો છે, જેની શરૂઆત તા.૧૭-૪-૨૦૨૩ ના રોજ સેવન સીઝન રીસોર્ટસ ખાતે ખાસ બાબતોની કાળજી રાખી તથા અનુભવી કોચ, શાળાના શિક્ષકો અને મદદગારી સ્ટાફની હાજરી તથા વાલીઓના સારા એવા સાથ સહકારથી આ સ્વીમીંગ તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં પણ જે વિદ્યાર્થીઓને સ્વીમીંગમાં રૂચી હોય એવા વિદ્યાર્થીઓને શાળા દ્વારા સ્વીમીંગ શીખાડવામાં આવશે.


લોકપ્રિય સ્કુલથી અવિનાશભાઇએ જણાવ્યું હતું કે વર્તમાનમાં લોકપ્રિય સંસ્થાએ પોતાના નામને સાર્થક કરતા વાલીઓની પ્રથમ પસંદગી બની ગઇ છે, જેના ભાગરૂપે આ વર્ષે ઘણા ગરીબ અને મઘ્યમ વર્ગના વિદ્યાર્થીઓએ મોટી સ્કોલરશીપનો લાભ લીધો હતો. વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ માને છે કે આ સંસ્થા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ છે.


સંસ્થાના પ્રિન્સિપાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વર્તમાનમાં એલકેજીથી ધો.૧૧ સુધીનો પ્રવેશ પ્રારંભ થઈ ચૂક્યો છે. વધુ વિગત માટે ૯૦૯૯૩૩૩૪૪૦નો સંપર્ક કરી શકાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application