સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ઈન્ડિયન નેશનલ ડેવલપિંગ ઈન્ક્લુઝિવ એલાયન્સ એટલે કે ઈન્ડિયા એલાયન્સના બેનર હેઠળ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય લોકદળ સાથે બેઠક વહેંચણી માટે યોજાનારી બેઠક પર પ્રતિક્રિયા આપી છે. સપા નેતા અખિલેશે લખનૌમાં પાર્ટી કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘણા સવાલોના જવાબ આપ્યા. આ દરમિયાન તેમની સાથે સપાના મહાસચિવ શિવપાલ સિંહ યાદવ પણ હાજર હતા.
કોંગ્રેસ સાથેની બેઠક અંગે અખિલેશે કહ્યું કે, આજે દિલ્હીમાં યોજાનારી બેઠકમાં પાર્ટી તરફથી સૂચનો આપવામાં આવશે અને તેમની પાસેથી પણ સૂચનો માંગવામાં આવશે. આ તકે સપાના નેતાએ તેમના સાથીઓને કહ્યું છે કે તેઓ આ વખતે સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને પહેલા કરતા વધુ વોટ પ્રાપ્ત કરવામાં મદદ કરે અને અમને આશા છે કે આવનારા સમયમાં ઉત્તર પ્રદેશનું પરિણામ એવું આવશે કે ભારતીય જનતા પાર્ટીનો સફાયો થઈ જશે.
અખિલેશે કહ્યું કે 'ભાજપ સતત પ્રચાર કરી રહ્યું છે કે ભારત વિકસિત થશે, શું ખેડૂતોની આવક વધાર્યા વિના ભારત વિકસિત થઈ જશે? એ સવાલ ઉઠાવી જણાવ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થા ત્યારે જ સુધરશે જ્યારે ખેડૂતો અને ગરીબો ખુશ હશે. આ સરકારમાં તમને જે પણ નોકરી મળી રહી છે તે અપમાનથી ભરેલી નોકરી છે. જ્યારે પણ સમાજવાદીઓને તક મળશે ત્યારે દેશ અને રાજ્યના યુવાનોને સન્માનજનક રોજગાર મળશે.
આ દરમિયાન કરહાલના ધારાસભ્યએ કહ્યું કે 'ઉત્તરપ્રદેશમાં સમાજવાદીઓએ દરેક શહેરમાં મેટ્રો આપી. લખનૌ, કાનપુર, આગ્રાની મેટ્રો, દિલ્હીથી નોઇડા અને ગ્રેટ નોઇડાને જોડતી મેટ્રો એ સમાજવાદીઓનું યોગદાન છે. 2017થી અત્યાર સુધીમાં 8.4 કરોડ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી છે, આટલી મોટી સિદ્ધિ ભાજપની કોઈ યોજનાથી ન મળે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech