BREAKING NEWS

જામનગરથી ચોરાયેલ સર્વિસ રિવોલ્વરના આધારે આરોપીનું પગેરૂ મેળવ્યુ

  • June 27, 2026 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરથી ચોરાયેલ સર્વિસ રિવોલ્વરના આધારે આરોપીનું પગેરૂ મેળવ્યુ

ખાડીયા લુંટ વીથ ફાયરીંગ ગુનાનો ભેદ ઉકેલાયો: એરફોર્સકર્મી ઝડપાયો

૨૦૦૧માં ખાડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનમાં બનેલ લુંટ વીથ ફાયરીંગના ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે. જામનગરથી ચોરાયેલ સર્વિસ રિવોલ્વરના આધારે તપાસ ટીમને આરોપીનુ પગેરૂ મળ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.

તા. ૧૬-૭-૨૪ બપોરના સુમારે ગાંધી રોડ ફર્નાડીસ બ્રીજ પાસે ફતાસાપોળ સોની હિંમતલાલ શંકરલાલજી નામની દુકાનમાં અજાણ્યા ઇસમો મોઢે રૂમાલ બાંધેલ, ટોપી પહેરેલ અને હાથમાં પિસ્તોલ જેવા હથિયાર સાથે પ્રવેશી ચેન, વીંટી, સોનાનુ બિસ્કીટ, ચાંદીની પાટ, અન્ય દાગીના અને રોકડ મળી ૧.૫૧.૮૩.૦૦ની લુંટ કરી હતી. અને ફરીયાદીના પિતાને ઢીચણ પર ગોળી મારી નાસી ગયો હતો. આ ગંભીર ગુનો વણશોધાયેલ હતો દરમ્યાન ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને સુચના અનુસાર તપાસ હાથ ધરી હતી, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૩ રૂપલ સોલંકીને ખાનગી રાહે ઇન્પુટ મળેલ કે જામનગર જીલ્લામાં કોઇ જગ્યાએ ઘરફોડ ચોરી થયેલ છે જેમાં સર્વિસ રિવોલ્વરની ચોરી થયેલ તે હથિયાર ખાડીયા લુંટમાં વપરાયેલ હોવાની આધારભુત હકીકત મળી હતી. 

જે હકીકત અન્વયે ખાડીયા પીઆઇ વી.એમ. લગારીયાની રાહબરીમાં ઝોન-૩ એલસીબી સ્કવોડના પીએસઆઇ વી.એચ. રાઠોડ અને પીએસઆઇ ચૌધરીની અલગ લઅગ ટીમો બનાવી ગુના સબંધીત વિગતો મેળવી ટેકનીકલ અને હયુમન સોર્સીસ તેમજ સીસી ફુટેજ વિગેરે માહિતી એકત્ર કરી બંને ગુનામાં સંડોવાયેલ આરોપી બનાવ સમયે જામનગર એરફોર્સ યુનિટમાં ફરજ બજાવતો હતો અને હાલ દિલ્હી ખાતે એરફોર્સમાં કોર્પોરલ તરીકે નોકરી કરે છે એવી વિગતો મેળવીને એક ટીમ દિલ્હી પહોચી હતી જયાં તપાસ કરતા આરોપી દિપક રમેશ પ્રતાપસિંગ જે મુળ હરીયાણાનો છે હાલ ન્યુ દિલ્હી રહે છે તેને પકડી પાડી ખાડીયા પોલીસ સ્ટેશન અને જામનગર સીટી-સી ડીવીઝનના ગુના શોધી કાઢયા હતા. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application