સિક્કાના અફજલ કાસમભાઈ લાખાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતૃશ્રી હીરાબાના અવસાન પર સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા સિક્કા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને બે દિવસના રિમાન્ડ પણ મંજુર કરવામાં આવ્યા છે ત્યારે જામનગર એસ.ઓજીએ આરોપીનો કબજો લીધો છે અને આરોપીનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે...
આરોપી facebookમાં 15 જેટલા એકાઉન્ટ ધરાવે છે અને કટરવાદી હોવાનું પ્રાથમિક વિગતો બહાર આવી રહી છે... જામનગર એસ.ઓ.જી દ્વારા આરોપીની આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે આરોપી કોઈ અન્ય સંગઠનો સાથે સંકળાયેલો છે કે કેમ તે રિમાન્ડ દરમિયાન વિગતો બહાર આવી છે.
આરોપી અફજલ કાસમભાઈ લાખાણી ઉ.વ.૪૦ ધંધો શેરબજારનો રહે.પંચવટી સોસાયટી, સોઢા સ્કુલની પાસે, હુશેનભાઈ સુંભાણીયાના મકાનમાં, સિકકા ગામ, તા.જી. જામનગર મુળ રહે જમના કુંડ ચોક, ભાવનગર વાળાએ પોતાના ફેસબુકના પેઇઝ ’’ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત’’ નામના ફેસબુક એકાઉન્ટમા ભારતના માનનીય વડાપ્રધાન તથા તેઓના માતૃશ્રી વિરૂધ્ધ ગેરશબ્દો ઉલ્લેખ કરી, જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેમજ ઉશ્કેરાટ પેદા થાય તેવા શબ્દો ભાષાનો ઉલ્લેખ કરતી પોસ્ટ મુકેલ હતી.
આરોપી ફેસબુક એપમાં અફજલ લાખાણી નામથી એક ફેસબુક એકાઉન્ટ ખુલેલુ જે એકાઉન્ટ માંથી વિવિધ પ્રકારના ફેસબુક પેઈઝ તથા અનેકો અકાઉન્ટ ખુલેલા છે જે એકાઉન્ટો મહિલાઓના નામે પણ છે સદરહુ આરોપી સોશ્યલ મિડીયાનો જાણકાર હોવાથી પોતે પોતાની પોસ્ટ ઉપર પોતાના અન્ય નામથી બનાવેલ આઈડી માંથી કોમેન્ટ કરે છે જેના હજારોની સંખ્યામાં ફોલોવર્સ છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMદ્વારકા નજીક પૂરઝડપે જતી કારની હડફેટે ભેંસનું મૃત્યુ
September 20, 2024 12:24 PMમૂર્તિઓની ફેંકાફેંકી કરી વિસર્જન આ કેટલા અંશે વ્યાજબી?
September 20, 2024 12:23 PMજૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ-વ્યવસાય-વેપારનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ
September 20, 2024 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech