જામનગર : ગુલાબનગર પાસે અકસ્માત કરી ઈજા પહોંચાડનાર આરોપીનો નિર્દોષ છુટકારો
આ બનાવની હકીકત એવી છે કે, આરોપી પૃથ્વીરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા તેનું કબજા, ભોગવટાનું મોટર સાયકલ નં. ૠઉં-૩૭-ઈ-૦૧૧૭ વિમા વગરનું રોગ સાઈડમાં પુર ઝડપે, બેદરકારી, બેફીકરાઈથી અને ગફલત ભરી રીતે ચલાવી વ્રજભુમી-૧ ના ગેઈટ પાસે ફરીયાદી દીનાબેન ભરતભાઈ વસંતના એકટીવા મોટર સાયકલ નં. ૠઉં-૧૧-અઉં-૮૨૬૪ વાળી તેના ઘર બાજુ વળતા હોય, તે દરમ્યાન આરોપીએ પોતાના મોટર સાયકલથી ફરીયાદીના એકટીવાને ઠોકર મારી અડફેટે લઈ અકસ્માત સર્જતા ફરીયાદીને મોઢામાં નાકના ભાગે તથા જડબામાં ફેકચરની તથા છોલછાલની ઈજા કરી ગુન્હો કરેલ હતો.
જે અંગેની ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ પોલીસ ફરીયાદ દરબારગઢ સીટી એ ડીવી.પો.સ્ટે. માં આઈ.પી.સી. કલમ તથા એમ.વી. એકટની કલમ મુજબ આરોપી સામે ગુન્હો નોંધવામાં આવેલ અને જામનગરના ચોથા એડી. જયુડી. મેજી. ફ.ક. સી.એલ. કાપડીયા જજની કોર્ટમાં કેસ ચલાવવામાં આવેલ હતો, જે કેસમાં પ્રોસયુકેશન તરફે લેખીત દસ્તાવેજી પુરાવાઓ તથા ૮(આઠ) સાહેદોને તપાસવામાં આવેલ હતા, જે ફરીયાદી તથા સાહેદોના મહત્વના પુરાવાથી ફરીયાદ પક્ષના કેસને સમર્થન પ્રાપ્ત થયેલ ન હોય, અને ફરીયાદ પક્ષના સાહેદ અલગ-અલગ નિવેદન આપતા હોય, જેથી ફરીયાદ પક્ષના કેસના પુરાવા પ્રત્યે શંકા દર્શાવી આરોપીના વકીલની દલીલોને ઘ્યાને લઈ આરોપીને નિર્દોષ છોડી મુકતો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપી તરફે એડવોકેટ પરબત વી. મકવાણા, પૂનમ જી. ચૌહાણ, ટ્રેઈની ઉર્વીશા એમ. લીંબાસીયા તથા ટ્રેઈની વિશાલ પી. મકવાણા રોકાયા હતા.