રાજકોટમાં અનોખી સંસ્કૃત ક્રિકેટ ટુર્નામેન્ટ, ધોતી કુર્તા પહેરી મેદાન પર ઉતર્યા ગોર મહારાજ, કોમેન્ટ્રી પણ સંસ્કૃતમાં !

  • March 06, 2023 12:19 AM 

ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત રાજકોટમાં બે દિવસ કર્મકાંડી બ્રાહ્મણો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામા આવ્યુ હતું. રાજકોટ મોરબી રોડ પર રતનપર નજીક રૂદ્રશક્તિ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટને વેદનારાયણ કપ નામ આપવામાં આવ્યુ છે. ટુર્નામેન્ટ દરમિયાન સંસ્કૃતમાં કોમેન્ટ્રી કરવામાં આવી હતી અને તેની સાથે સાથે ચોગ્ગા, છગ્ગા પર ચીયર્સ માટે વૈદિક મંત્રો પણ બ્રાહ્મણો દ્વારા બોલવામાં આવી રહ્યા હતા.


આ ટુર્નામેન્ટમાં શહેરભરના કર્મકાંડીઓને આવરી લેવાનો પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત જે ખેલાડીઓ મેદાન પર ઉતાર્યા ત્યારે  ધોતી અને ઉપર ઝભ્ભો પહેર્યા હતા.


વૈદિક પુજા ચાલતી હોય તે પ્રકારના ધાર્મિક વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતી. એટલું જ નહિ આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ 8 ટીમના નામ પણ ઋષિકુમારોના નામ પરથી રાખવામાં આવ્યા છે. જેમાંથી ભારદ્રાજ ઇલેવન, વિશ્વામિત્ર ઇલેવન, અત્રિ ઇલેવન, શાંડિલ્ય ઇલેવન, વશિષ્ઠ ઇલેવન, જમદગ્નિ ઇલેવન, કશ્યપ ઇલેવન અને ગૌતમ ઇલેવન જેવા નામ સાથે ટીમ મેદાન પર ઉતરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application