BREAKING NEWS

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગર મુલાકાત સંદર્ભે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

  • May 08, 2026 10:01 AM 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગર મુલાકાત સંદર્ભે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ વડાપ્રધાનના કાર્યક્રમને લગતી તમામ વ્યવસ્થાઓ અને આયોજનની વિગતવાર રૂપરેખા રજૂ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી તા.૧૦ તથા ૧૧ મે ના રોજની જામનગર મુલાકાતને લઈ વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ મુલાકાતના સુચારુ આયોજનના ભાગરૂપે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ વડાપ્રધાનના કાર્યક્રમને લગતી તમામ વ્યવસ્થાઓ અને આયોજનની વિગતવાર રૂપરેખા રજૂ કરી હતી.

કલેક્ટરએ જણાવ્યું હતું કે, સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુવ્યવસ્થિત રીતે થાય અને કોઈપણ પ્રકારની કચાસ ન રહે તે માટે વહીવટી સ્તરે વિવિધ સમિતિઓનું ગઠન કરી દેવામાં આવ્યું છે.તેમજ વિભાગવાર હાથ ધરવામાં આવેલ તૈયારીઓ અને આયોજન અંગે સાંસદ તથા કલેકટર દ્વારા ચર્ચા કરાઈ હતી.તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું હતું.

બેઠક બાદ સાંસદ પૂનમબેન માડમ, કલેક્ટર પી.બી. પંડ્યા સહિતના મહાનુભાવોએ લાલ બંગલો સર્કલ ખાતેના કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી અને સુરક્ષા તેમજ બેઠક વ્યવસ્થા સહિતની બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. 

આ બેઠકમાં પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, અધિક કલેક્ટર એસ.એમ. કાથડ, તેમજ અગ્રણી સર્વ બીનાબેન કોઠારી, ડો. વિનુભાઈ ભંડેરી સહિતના મહાનુભાવો અને વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application