BREAKING NEWS

ઓખા ટાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી દ્વારકા એલસીબી

  • June 26, 2026 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા ટાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી દ્વારકા એલસીબી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ટાઉનમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) ની ટીમે બાતમીના આધારે રેઇડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના અનુસાર પ્રોહી.ની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગરો પર વોચ રાખી કડક કાર્યવાહી કરવા માટે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.એચ.જોષીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો કાર્યરત હતી. 

આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ખીમાણંદભાઇ આંબલીયા તથા પીઠાભાઇ ગોજીયાને સંયુક્ત બાતમી મળી હતી કે ઓખાની ગાંધીનગરીમાં રહેતો હસમુખ ઉર્ફે કાળો મહેન્દ્રભાઇ ઝાખરીયા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ મંગાવી વેચાણ કરે છે. આ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે મજકૂર ઇસમના ઘરે દરોડો પાડ્યો હતો. રેઇડ દરમિયાન ઘરની તલાશી લેતા ત્યાંથી અંકલ ટોમ જામુન ફ્લેવર વોડકાની ૪૮ બોટલ કિં.રૂ.૮૦,૦૦૦ અંકલ ટોમ એપલ ફ્લેવર વોડકાની ૨૨ બોટલ કિંમત રૂ. ૨૪,૨૦૦,તેમજ ઓલ સીઝન ગોલ્ડન વ્હિસ્કીના ૫ ચપટા કિંમત રૂ. ૫૦૦ મળી કુલ રૂ. ૭૭,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જો કે, આરોપી હસમુખ ઉર્ફે કાળો મહેન્દ્રભાઇ ઝાખરીયા પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

પોલીસે તેને ફરારી જાહેર કરી, કબ્જે કરેલો દારૂનો જથ્થો આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે ઓખા મરીન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ કામગીરીમાં એલસીબી પીઆઈ એન.એચ.જોષી, પીએસઆઈ બી.એમ.દેવમુરારી, એમ.આર.સવસેટા તેમજ એ.એસ.આઈ. જગદિશભાઇ કરમુર, મુકેશભાઇ વાઘેલા સહિતના સ્ટાફ સભ્યો જોડાયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application