સાબરકાંઠા જિલ્લાની એક એવી ચમત્કારિક જગ્યા કે જ્યાં વર્ષોથી પાણી વહી રહ્યું છે, મહિલાઓના રોગ માટે છે અક્સીર ઈલાજ

  • May 10, 2023 11:54 AM 

સાબરકાંઠા જિલ્લાની અરવલ્લીની ગીરીકંદરાઓ વચ્ચે ઘેરાયેલા આ બાલસમુદ્ર નામની જગ્યા કે જ્યાં વર્ષોથી કૂવામાંથી પાણી વહ્યા કરે છે અને અનેક ચમત્કારો પણ આ પાણી કરે છે. આ ઉપરાંત મહિલાઓની સમસ્યાનું પણ નિરાકરણ થાય છે.

બાલસમુદ્ર નામની જગ્યાએ પહોંચવા માટે ત્રણ જેટલા ડુંગરો પસાર કરવા પડે છે. એક તળાવ આવે છે અને તળાવની કિનારે કિનારે જઈને ગીચ જંગલો વચ્ચે આ ચમત્કારિક જગ્યા આવેલી છે. રાજેન્દ્રનગર ગામથી 3 કિમીથી વધુ અંતર ચાલતા જવું પડે છે અને પછી દર્શન થાય છે બાલસમુદ્રના. બાલસમુદ્ર એક બાળકના નામ પરથી પડ્યું છે અને આ બાળસમુદ્ર અન્ય બાળકોની તરસ છીપાવીને નવજીવન આપી રહ્યુ છે.એક દંતકથા પ્રમાણે એક માતા પોતાના બાળકને જંગલમાં લઈ ગઈ હતી અને અચાનક મહિલા પાછળ કોઈ લોકો પડ્યા અને તે મહિલા આ જગ્યાએ બાળકને મૂકીને જંગલમાં ભાગી ગઈ અને પેલા લોકો ભાગી જતા મહિલાને અચાનક બાળકની યાદ આવતા માતા તે જગ્યા પરત ફરી તો બાળકનું મોત થયું હતું. આ જ જગ્યાએ બાળકે પગ ઘસ્યાં હતા અને ત્યારે ત્યાંથી અચાનક પાણીની ધારાઓ વહેલા લાગી. ત્યારથી જ આ જગ્યા પર પાણીનો પ્રવાહ ચાલુ થયો હોવાની લોકવાયકા છે

વર્ષોથી અહીં અસ્ખલિત પાણી વહ્યા કરે છે અને તેના કારણે અનેક લોકોની તરસ પણ પૂરી પાડે છે. જંગલમાં રહેલા અબોલ પશુઓ પણ  પાણી પીવે છે. આ પાણી એક ચમત્કારિક પાણી પણ કહેવામાં આવે છે. કારણ કે, આ જગ્યાએ કદી પાણી ખૂટતું નથી. પછી ભલે ને શિયાળો, ચોમાસું કે ઉનાળો હોય પણ પાણી આ એક જ માત્રામાં અહીંથી વહ્યા કરે છે. તેટલું જ નહીં, પાણી કદી ઓછું પણ નથી થતું.આ પાણી સ્ત્રીરોગ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. જે માતાને પુત્ર કે પુત્રીનો જન્મ થયો હોય અને માતાને પૂરતો ખોરાક ન આવતો હોય તો અહીંનું પાણી પીવડાવવાનું હોય છે અને અને તે મહિલાના વસ્ત્ર અહીં પલાડવાના હોય છે


ત્યારબાદ તેલપાણી શરીરે લગાડવાનું હોય છે અને આ જગ્યાએ બાલસમુદ્રનો જય ઘોષ બોલાવવાથી તાત્કાલિક અસર થઈ જાય છે અને સ્ત્રીરોગ પણ દૂર થાય છે. એટલે જ અહીં દૂરદૂરથી લોકો  પાણી લેવા પણ આવતા હોય છે. આ દુઃખ અનેક ડોક્ટર પણ દૂર નથી કરી શક્યા જે માત્ર પાણી કરી બતાવે છે

આમ તો અહીં અનેક લોકો આવે છે અને દર્શનનો લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત અહીં નવદંપતી અને ગામલોકો પણ આવતા હોય છે અને તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે. પરંતુ અહીં આવવાનો રસ્તો ખરાબ છે તો લોકોની માંગ પણ ઉઠી છે કે, ચમત્કારિત જગ્યા છે તો અહીં રસ્તો સારો કરવામાં આવે તો લોકોને આવવા જવામાં તકલીફ ન પડે


વર્ષના 365 દિવસ અહીં ભક્તો અને સ્થાનિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. તો અહીં વર્ષોથી પાણી પણ અસ્ખલિત રીતે વહ્યા કરે છે અને આ કારણોસર જ આ જગ્યા આસ્થાનું અનોખું કેન્દ્ર બની ગઈ છે. મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પણ રહ્યા છે, માત્ર ગુજરાત જ નહીં, અન્ય રાજ્યના લોકો પણ અહીંનું જળ લેવા માટે કિલોમીટરો કાપીને ચાલતા આવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application