BREAKING NEWS

કાલાવડમાં લવ જેહાદના ચુંગલમાં ફસાયેલી યુવતીની ઘર વાપસી

  • June 01, 2026 05:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડમાં લવ જેહાદના ચુંગલમાં ફસાયેલી યુવતીની ઘર વાપસી

વિધર્મીઓની ન ફાવી કારી, ધર્મનો વિશ્ર્વાસ પડ્યો ભારી; હિન્દ રક્ષક સંઘની જહેમતથી દીકરી પાછી ફરી

૪૦ વર્ષીય ઢગાએ ર૦ વર્ષની યુવતિને પ્રેમજાળમાં ફસાવી હતી: પોલીસ કાર્યવાહી શરૂ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં લવ જેહાદની એક ગંભીર ઘટના બનવા પામી હતી જેમાં એક ૨૦ વર્ષીય હિન્દુ યુવતીને ૪૦ વર્ષીય ઢગા વિધર્મી દ્વારા લવ જેહાદમાં ફસાવવામાં આવી હતી. આ ઘટના બાદ હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો, પરંતુ સતર્કતા દાખવીને હિન્દ રક્ષક સંઘ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને પરિણામે યુવતીની સુરક્ષિત ઘર વાપસી કરાવવામાં સફળતા મળી હતી.

કાલાવડ તાલુકાની ૨૦ વર્ષીય યુવતીને લવ જેહાદના ચુંગલમાં ફસાવવામાં આવી હોવાની માહિતી મળતા જ ઘડીના છઠ્ઠા ભાગમાં જ હિન્દ રક્ષક સંઘના સંસ્થાપક અધ્યક્ષા અને નીડર નારીશક્તિ સ્વરૂપા ડો. સીમાબેન પટેલ તાત્કાલિક કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

હિન્દ રક્ષક સંઘના ત્વરિત પ્રયાસોના કારણે આખરે હિન્દુ સમાજની માસૂમ દીકરીને લવ જેહાદનો શિકાર થતા બચાવી હતી અને વિધર્મીઓની ચુંગલમાંથી મુક્ત કરાવી તેના પરિવારજનોને સુરક્ષિત સોંપવામાં સફળતા મળી હતી, આ તકે ભોગ બનનાર યુવતિના માતા-પિતાની આંખોમાંથી હર્ષના અશ્રુ વહેવા માંડ્યા હતાં. આમ કાલાવડમાં લવજેહાદનો કિસ્સો તેના અંજામ સુધી પહોંચી શક્યો નહોતો.

કાલાવડ ગ્રામ્ય પોલીસની પ્રશંસાને લાયક કામગીરી:
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ આકાશ બારસિયાનાઓ, પીએસઆઈ આર.બી. ઠાકોર સહિતના સમગ્ર પોલીસ કર્મચારીઓના સાથ અને સહયોગ બદલ હિન્દ રક્ષક સંઘ ના સંસ્થાપક અધ્યક્ષા ડો. સીમાબેન પટેલ દ્વારા હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

હિન્દુ સુરક્ષા માટે હિન્દ રક્ષક સંઘનું મક્કમ વલણ:
આ ઘટના બાદ હિન્દ રક્ષક સંઘના સંસ્થાપક અધ્યક્ષા ડો. સીમાબેન પટેલે જણાવ્યું હતું કે હિન્દુ દીકરીઓની સુરક્ષા-સન્માનની રક્ષા માટે અમારી સંસ્થા હંમેશા પ્રતિબદ્ધ છે. લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધર્માંતરણ જેવી ઘટનાઓ સામે અમે કાયદાકીય અને સામાજિક સ્તરે લડત ચાલુ રાખીશું. આ ઘટનાએ હિન્દુ સમાજમાં જાગૃતિ લાવવાની અને દીકરીઓની સુરક્ષા બાબતે વિશેષ સાવચેતી રાખવાની જરૂરિયાતને ફરી વાર ઉજાગર કરી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News