રાજકોટના તબીબ સહિતનાએ ગોંડલના ખેડૂતની જમીન લખાવી લીધી: ૪ સામે વ્યાજનો ગુનો નોંધાયો

  • January 16, 2023 06:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના સ્ટેશનપ્લોટમાં રહેતા ખેડૂત હસમુખ જીવરાજભાઈ કોટડિયા ઉ.વ.૪૮ની વ્યાજના ૯૦ લાખ ‚પિયાના મામલે ગોંડલ સર્વેની કરોડોની કિંમતની ખેતીની જમીન રાજકોટના તબીબ અભય ડાયાભાઈ મોલિયા રહે.કિગ્સ લેન્ડ પાર્ક-૧ સિનેમેકસ સામે, નાનામવા રોડ પર પટેલ ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ નામે ઓફિસ ધરાવતા અલ્પેશ ગોપાલભાઈ દોંગા, મવડી પ્લોટ સરદારનગર-૪એમાં રહેતા રમેશ નરશીભાઈ હાપલિયાએ જમીનના દસ્તાવેજ કરાવી લઈ રણછોડનગર વિસ્તારમાં રહેતા પિયુષ બાબુભાઈ માટિયા સાથે મળી વ્યાજે દીધેલા નાણા પરત નહીં લઈ ઉલટાના જમીન ખાલી કરી કબજો આપી દેવા નહીંતો દંપતીને જાનથી મારી નાખશે કહી ધમકી આપ્યાના આરોપસર રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે.


પોલીસના સૂત્રોની વિગતો ખેડૂત હસમુખભાઈના પિતાએ સગા-સંબંધીઓ પાસેથી ઉચીના નાણા લીધાર હતા. એ ચૂકવવા ઉપરાંત બન્ને પુત્રોની ફી ભરવા સહિત કામે નાણાની જ‚રિયાત ઉભી થતા ૨૦૧૭માં નાનામવા રોડ પર પટેલ ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ નામે ખેતી જમીન પર લોન નામની જાહેરાત થકી પટેલ ઈન્વે.માં અલ્પેશ દોંગાનો સંપર્ક સાધ્યો હતો. અલ્પેશે ૩ ટકા લેખે ૨૯.૫૦ લાખ ‚પિયા વ્યાજે આપશે કહેશે તેના નામે દસ્તાવેજ કરવાનો રહેશે કહી માયાણીનગર જમુનાપાર્કમાં પ્રેમજી નારણભાઈ ધાડિયા તથા મોટાવડાના ખોડા પરસોતમભાઈ પાંભર નામે દસ્તાવેજ કરાવ્યો હતો. ત્રણ માસમાં એક વખત દોઢ લાખના ચેક વખત ૫૦ હજાર મળી બે લાખ ‚પિયા હસમુખે ચૂકવ્યા હતા.


બીજી તરફ ચૂકવી નહીં શકતા અલ્પેશ ઓફિસે બોલાવી અન્ય ૧૧ વિઘા જમીન સાટાખત સરદારનગર ૪-એમાં રહેતા રમેશ નરશીભાઈ હાપલિયાના કરાવી લીધું હતું. ૨૦૧૮માં અલ્પેશે વ્યાજની ઉઘરાણી કરી ખૂનની ધમકી આપતો હતો. ૧૧ વિઘા જમીનમાંથી એક એકર જમીન ડો.અભય મોલિયાના નામે સ્તાવેજ કરી આપવા કહી ધમકી આપતા ડો.અભયના નામે એક એકર જમીન કરાવી લીધી હતી.


એ દરમિયાન હસમુખના નાનાભાઈ જતીનના ભાગની સાડા છ વિઘા જમીન એક કરોડમાં વેચાઈ હતી. અલ્પેશ પાસે વ્યાજ, રકમનો હિસાબ કરતા તેણે ૯૩ લાખની રકમ લેણી નીકળે છેનો હિસાબ આપ્યો હતો. અંતે ૬૫ લાખ ચૂકવવાનું સમાધાન થયું હતું જે પેટે ૨૫ લાખ તથા ૧૫ લાખ ‚પિયા હસમુખ દ્વારા ચૂકવાયા હતા. બીજા ૨૫ લાખ અને દસ્તાવેજની મળી ૨૬.૫૦ લાખની રકમમાં ૧૨ લાખ રોકડા અને અન્ય રકમના ત્રણ ચેક દેવાનું નક્કી થયું હતું.


રકમ ચૂકવાતા જમીનના દસ્તાવેજ પરત કરી આપવા માટે ગોંડલ સબ રજી.કચેરીએ ડો.અભય મોલિયા, પ્રેમજી, રમેશભાઈ આવ્યા હતા. પરંતુ દસ્તાવેજ કરી દેવાના બદલે ડો.અભયને ઓપરેશન છે કહી નીકળી ગયા અન્યો પણ સરકી ગયા હતા. નાણા લીધા બાદ દસ્તાવેજ પરત કરી આપ્યા નહતા. ઉલ્ટાના ચારેય આરોપીઓ દ્વારા જમીન ખાલી કરી જતાં રહેવા કબજો આપી દેવા નહીં તો પતિ-પત્ની બન્નેને મારી નાખશું કહી ધમકી આપતા હોવાના આરોપ ફરિયાદમાં મુકાયા છે.
​​​​​​​
સમગ્ર બનાવ આરંભ રાજકોટમાંથી બન્યો હોવાથી ખેડૂત હસમુખભાઈ દ્વારા અરજી, રજૂઆત કરાઈ હતી જેના પગલે ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકમાં બળજબરીથી નાણા પડાવવા, વિશ્ર્વાસઘાત, છેતરપિંડી તથા જાનથી મારી નાખવાના આરોપસર સમભાવ કોમ્પ્લેકસમાં પટેલ ઈન્વે. નામે ઓફિસ ધરાવતા અલ્પેશ દોંગા અન્યો ડો.અભય મોલિયા, રમેશ હાપલિયા તથા પીયુષ માટિયા સામે આઈપીસી કલમ ૩૮૬, ૪૦૬, ૪૨૦, ૫૦૪ ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી પીઆઈ એલ.એલ.ચાવડા તથા સ્ટાફે આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. વ્યાજખોરી સામેની ઝુંબેશમાં ચાર વર્ષ પહેલાની ઘટનામાં વ્યાજનો નહીં બળજબરીથી નાણા કઢાવવા, જમીન કબજો કે છેતરપિંડી વિશ્ર્વાસઘાતનો મામલો નોંધાયેલો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application