યુક્રેનના રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ ગઈકાલે કહ્યું કે તેઓ રશિયા સાથે સીધી વાતચીત માટે તૈયાર છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે આ ત્યારે જ થશે યારે ત્રણ વર્ષ લાંબા યુદ્ધનો અતં લાવવા માટે અમેરિકા અને યુરોપિયન સાથીઓ સાથે એક સામાન્ય યોજના બનાવવામાં આવશે. ઝેલેન્સકીએ મ્યુનિક સુરક્ષા પરિષદમાં જણાવ્યું હતું કે, જો તેઓ અમારી ચોક્કસ વિનંતીઓના ચોક્કસ જવાબો આપે તો અમે યુનાઇટેડ સ્ટેટસ અને અમારા સાથી દેશો સાથે કોઈપણ વાટાઘાટો માટે તૈયાર છીએ.
અગાઉ, ઝેલેન્સકીના સલાહકાર દિમિત્રો લિટવિને કહ્યું હતું કે રશિયનો સાથે વાટાઘાટો માટે સાથી દેશો સાથે એક સામાન્ય સ્થિતિ હોવી જોઈએ. તેમણે કહ્યું હતું કે હાલમાં આ અંગે કોઈ ચર્ચા નથી. રશિયનો સાથે ચર્ચા કરવાની કોઈ યોજના નથી.
અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે તેમણે યુક્રેન યુદ્ધનો અતં લાવવા માટે પુતિન સાથે વાત કરી છે. ત્યારબાદ ટ્રમ્પ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ યુરોપમાં ઘણી બેઠકો યોજી. ઝેલેન્સકીએ વિશ્વ નેતાઓને ચેતવણી આપી હતી કે તેઓ યુદ્ધનો અતં લાવવાના પુતિનના દાવાઓ પર વિશ્વાસ ન કરે. તેમણે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે કોઈપણ વાતચીત શ થાય તે પહેલાં અમેરિકા પુતિનને રોકવાની યોજના પર સંમત થાય.
યુક્રેનના યુરોપિયન સમર્થકોને ડર છે કે ટ્રમ્પ યુક્રેનને અસંતોષકારક શાંતિ કરાર માટે દબાણ કરી શકે છે, જેના કારણે યુક્રેન પુતિન સામે મુકાઈ શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે સંકેત આપ્યો છે કે યુક્રેનને રશિયાને પોતાનો પ્રદેશ છોડવો પડી શકે છે. આ સાથે, વોશિંગ્ટને કિવ માટે નાટો સભ્યપદને અવ્યવહા ગણાવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech