યુસુફ પઠાણનો રાજકારણમાં પ્રવેશ, તૃણમૂલ કોંગ્રેસે તેમને લોકસભાના બનાવ્યા ઉમેદવાર, અહીંથી લડશે ચૂંટણી

  • March 10, 2024 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણ હવે રાજકીય પીચ પર પોતાની ઇનિંગની શરૂઆત કરશે. તૃણમૂલ કોંગ્રેસે રવિવારે યુસુફ પઠાણને આગામી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. યુસુફ પઠાણને બહરામપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જે હાલમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી પાસે છે. જો કે કોંગ્રેસે હજુ સુધી બહરામપુરથી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી.


પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણ હવે રાજકીય પીચ પર પોતાની ઇનિંગની શરૂઆત કરશે. તૃણમૂલ કોંગ્રેસે રવિવારે યુસુફ પઠાણને આગામી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. યુસુફ પઠાણને બહરામપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જે હાલમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી પાસે છે.


ક્રિકેટના મેદાન પર છગ્ગા અને ચોગ્ગા ફટકારનાર પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ હવે રાજકારણમાં આવવા જઈ રહ્યો છે. 2007 T20 અને 2011 ODI વર્લ્ડ કપ ચેમ્પિયન યુસુફ પઠાણને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બહરામપુર લોકસભા બેઠક પરથી તેમના પક્ષના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. હાલમાં બહરામપુર સીટ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી પાસે છે. તેમની સામે પઠાણ ચૂંટણી મેદાનમાં ઉતરશે તેવી અપેક્ષા છે.


આંતરરાષ્ટ્રીય કારકિર્દી આ રીતે રહી

ઉલ્લેખનીય છે કે યુસુફ પઠાણે ભારત માટે 57 ODI અને 22 T20 મેચ રમી છે. યુસુફે ટીમ ઈન્ડિયા માટે વનડેમાં 2 સદી અને 3 અડધી સદીની મદદથી 810 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં બોલિંગ કરતી વખતે યુસુફ પઠાણે કુલ 33 વિકેટ લીધી છે. યુસુફ પઠાણે ભારત માટે 22 ટી20 મેચ રમી છે. આ દરમિયાન તેણે 236 રન અને 13 વિકેટ ઝડપી છે. યુસુફ પઠાણ ક્રિકેટના મેદાન પર તેની આક્રમક બેટિંગ માટે જાણીતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application