આપણા દેશના લોકો જે ચપ્પલ વર્ષોથી પહેરતા આવ્યા છે તે અત્યારે વિદેશમાં ધૂમ મચાવી રહી છે. અહિયાં ચપ્પલની કિંમત એટલી છે કે તેને ભારતના ગરીબ કે સામાન્ય લોકો પણ તેને એફોર્ડ કરી છે. અહીંયા કેટલીય ફેમિલી તેનો ઉપયોગ બાથરૂમ માટે પણ કરે છે. સામાન્ય માણસ જે ચપ્પલનો ઉપયોગ કરે છે તે વિદેશમાં લાખો રૂપિયામાં વેચાઈ રહ્યા છે.
જે ચપ્પલની કિમત 50 રૂપિયાથી લઈ 150 રૂપિયા સુધીની હોય છે. સફેદ અને વાદળી કલરના ચપ્પલ દેખાવમાં પણ ખૂબ જ સામાન્ય હોય છે પરંતુ તે કુવૈતમાં ખૂબ મોંઘા ભાવે વેચાઇ રહ્યા છે. કુવૈતના એક શો રૂમમાં આ ચપ્પલને જોઈને ભારતીયોના હોશ ઉડી ગયા હતા.
કુવૈતમાં કોઈ ભારતની પ્રોડક્ટ વેચાય એમાં નવાઈ નથી. કેમકે વિદેશમાં અનેક બ્રાન્ડ વેચાતી હોય છે. પરંતુ નવાઈની વાત એ હતી કે ભારતમાં જે ચપ્પલ વધુમાં વધુ 150 રૂપિયામાં મળી જાય છે તેની કીંમત કુવૈતમાં 4500 રિયાલ એટલે કે લગભગ એક લાખ રૂપિયા છે. વાદળી પટ્ટીવાળા ચપ્પલ અહીંયા 1 લાખ રૂપિયામાં વેચાઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ વાત સામે આવતા લોકો ચોંકી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech