પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરના ચાલકે બાઇકને હડફેટમાં લેતાં પાછળ બેઠેલા તરુણનું માથું છુંદાયું
જામનગર- રાજકોટ ધોરી માર્ગ ફલ્લા ગામની ગોલાઈ પાસે હીટ એન્ડ રન ના બનાવમાં ધ્રોળના ૧૬ વર્ષના તરુણ નું અંતરિયાળ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો છે. બેફામ ગતિએ આવેલા ટેન્કર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં પાછળ બેઠેલા તરૂણનું માથું છૂંદાઈ જતાં કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે.
આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે ધ્રોલમાં રહેતો વિવેક અનિલભાઈ કેશોર નામનો ૧૬ વર્ષનો આહીરા વાળંદ જ્ઞાતિ નો તરુણ કે જે પોતાના મિત્ર સાવનના બાઈકમાં બેસીને મંગળવારે સાંજે ૬.૩૦ વાગ્યાના અરસામાં જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટેન્કરના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો, અને બાઇકમાં પાછળ ના ભાગે બેઠેલા વિવેક કેશોર ના માથા પરથી ટેન્કરનું તોતિંગ વહીલ ફરી વળતાં માથું છુંદાઈ ગયું હતું, અને ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજતાં ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.
આ ઉપરાંત બાઈક સવાર સાવન પણ ઈજાગ્રસ્ત બન્યો હોવાથી તેને સારવાર માટે ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોષી એ. ડિવિઝનના પોલીસે હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech