રાજકોટના યુવાને ખાંભા પાસે આવેલા મોગલ માતાજીના મંદિરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવાને આપઘાત કરતા પૂર્વે પોતાનો એક વીડિયો બનાવ્યો હોય જેમાં દારૂના ખોટા કેસમાં ફીટ કરી દેવાની વિરમગામ ગ્રામ્યના પીએસઆઇ દ્વારા તેને ધમકી આપવામાં આવતી હોય અને રૂપિયા દસ લાખની માંગણી કરવામાં આવતી હતી. જેનાથી કંટાળી આ પગલું ભરી રહ્યાનું જણાવ્યું હતું. આ મામલે પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ પરથી ફોજદાર સામે યુવાનને મરવા મજબૂર કર્યા અંગેનું ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી પીએસઆઇને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં મવડી વિસ્તારમાં કણકોટ રોડ પર ક્રિસ્ટલ હેવન ડી- ૧૨૦૩ માં રહેતા દીપકભાઈ હરજીવનભાઈ ધ્રાંગધરીયા (ઉ.વ ૪૩) નામના યુવાને ગઈકાલ સવારે લોધિકા તાલુકાના ખાંભા ગામે આવેલા મોગલ માતાજીના મંદિરના પરિસરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પૂર્વે યુવાને એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેમાં તે એવું બોલતા સંભળાય છે કે, આજથી ચારેક માસ પૂર્વે તેણે રાજસ્થાનના શખસ પાસેથી દારૂની એક પેટી લીધી હતી. જે શખસ ત્યાં પકડાતા તેનું નામ આપ્યું હતું તે વખતે વિરમગામ રૂરલના પટેલ સાહેબ તેની ઉપર આઠ પેટી દારૂનો કેસ કર્યો હતો. એટલું જ નહીં તેની પાસેથી રૂ. ૩ લાખ લઇ જેલહવાલે કર્યો હતો. ત્યારબાદ ગત તા. ૧૪ ના રોજ અન્ય કોઈ શખસોનો દારૂ પકડાતા પીએસઆઇ પટેલે ખોટી રીતે તેનું નામ આપી રૂપિયા ૧૦ લાખની માંગણી શરૂ કરી દીધી હતી. જેથી તેના ત્રાસથી આ પગલું ભરી રહ્યાનું યુવાને વીડિયોમાં જણાવ્યું હતું. દરમિયાન ગઈકાલ સવારે તેણે ગળાફાંસો ખાઇ લીધો હતો બનાવની જાણ થતા લોધિકા પોલીસ મથકના પી.એસ.આઇ કે.વી. પરમાર તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
બીજી તરફ આ ઘટના અંગે મૃતક દીપકભાઈના પત્ની અલ્પાબેનની ફરિયાદ પરથી પીએસઆઇ હિતેન્દ્ર પટેલ સામે આઇપીસીની કલમ ૩૦૬ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અલ્પાબેને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં ૧૭ વર્ષનો પુત્ર છે. તેમના પતિ સુથારી કામ કરતા હતા. ગઈકાલે તે પોતાના ભાઈ કેતન અને ભાભી સાથે ગજડી ગામે પિયરમાં આટો મારવા ગયા હતા તે વખતે પતિ અને પુત્ર ઘરે હતા. પતિએ રાત્રે કોલ કરીને કહ્યું હતું કે, તુ નિરાંતે આવજે ઉતાવળ કરતી નહીં હું બહાર જમી લઈશ. ત્યારબાદ પરિણીતા રાત્રે ઘરે પહોંચતા પતિ હાજર ન હોય તેને ફોન કરતા તે ફોન પણ ઉપાડતા ન હતા. સવારે ફરી કોલ કરતા તે ફોન ઉપાડતા ન હોય દરમિયાન અહીં ઘરમાં તેનો બીજો ફોન પડ્યો હોય જેમાં પતિએ રાજકોટના પોલીસ કમિશનરને સંબોધી વીડિયો બનાવ્યો હોય જેમાં પીએસઆઇ પટેલના ત્રાસથી આત્મહત્યા કર્યાનું જણાવ્યું હતું. આ વિડીયો જોયા બાદ ગભરાઈ ગયેલા અલ્પાબેનને જેઠાણી લીલાબેનને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું ત્યારબાદ જેઠ પ્રવીણભાઈને આ હકીકત જણાવી હતી. બાદમાં પતિએ આત્મહત્યા કરી લીધી હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ તેમણે આ અંગે લોધીકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આરોપી પીએસઆઇ હિતેન્દ્ર પટેલ સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતિરુપતિ બાલાજીમાં 50 વર્ષ ઘી સપ્લાય કંપનીએ શા માટે કર્યો ઇનકાર, કઈ કંપનીને મળ્યો નવો કોન્ટ્રાક્ટ
September 20, 2024 06:29 PMશું છે બીફ ટોલો? જેનો ઉપયોગ તિરુપતિ બાલાજીના પ્રસાદમાં થતો હતો
September 20, 2024 06:22 PMતિરુપતિ બાલાજી પ્રસાદના લાડુ કેવી રીતે બનાવવામાં આવે છે? દર વર્ષે 500 કરોડની કમાણી
September 20, 2024 06:18 PMમહારાષ્ટ્રના જાલનામાં ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, 6 લોકોના મોત; 17 ઘાયલ
September 20, 2024 06:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech