સિદસર ગામમાં ઝેરી દવા પી લઈ યુવાનનો આપઘાત

  • February 15, 2025 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના વતની ઉદય વાલસિંહ મોરી નામના ૧૮ વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાને ગત ૧ ફેબ્રુઆરીના દિવસે પોતાની વાડીએ કોઈ કારણસર ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સૌ પ્રથમ તેને ઉપલેટા ની હોસ્પિટલમાં અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જયાં તેની વધુ તબિયત લથડતાં વધુ સારવાર માટે વતનમાં લઈ જવાયો હતો, દરમિયાન તેનું વતનમાં મૃત્યુ નીપજયું હતું.  આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ અર્જુન વાલસિંહ મોરીએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે સમગ્ર બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application