શહેરમાં ૨૮ વર્ષ અને ૪૫ વર્ષના યુવાનોના હૃદય બધં પડી જતાં મોત

  • May 09, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો છેલ્લા ૨ દિવસમાં હાર્ટ એટેકથી મહિલાઓ સહીત સાત વ્યકિતના મૃત્યુ નોંધાયા છે. સુરતના કાશ્મીર ચોક અમી પાર્કમાં રહેતો આકાશ મનસુખભાઇ ગડીયા (ઉ.વ.૨૮) નામનો યુવક ૧૫૦ફટ રિંગ રોડ પર ઉમિયાચોક નજીક વિષ્ણુ સોસાયટી–૧માં રહેતા મિત્ર વૃજભાઈના ઘરે હતો ત્યારે સવારે બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા કરતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. મૃતક આકાશ બે ભાઇમાં નાનો અને મૂળ ચાંપાબેડા ગામનો વતની છે, પિતા હયાત ન હોવાથી કાકાના ભાગની જમીન પોતાના ભાયું ભાગમાં આવતા તેના કાગળો કરાવવા માટે રાજકોટ ગત રાત્રીના આવ્યો હતો. સવારે હાર્ટ અટેક આવતા બેભાન થઇ ઢળી પડો હતો.
બીજા બનાવમાં મૂળ યુપીના વતની અને સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટી–૩માં રહેતા અને ઇમિટેશનનું કામ કરતા પંકજભાઈ બચ્ચનભાઈ ચૌહાણ (ઉ.વ.૪૫) નામના યુવક રાત્રીના દસેક વાગ્યે રિધ્ધિ સિધ્ધિ હાઉસિંગ બોર્ડમાં ગોલ્ડન પ્લેટિન નામના ઇમિટેશનના કારખાને હતા ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યો હતો. મૃતક નવ ભાઈ એક બહેનમાં ત્રીજા નંબરે હતા અને સંતાનમાં ત્રણ પુત્ર ત્રણ પુત્રી છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે જરી કાગળો કર્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application