કબડ્ડીની રમત રમતાં યુવક ઝીંદગીની રમત હાર્યો...લાઈવ મેચમાં રમતા-રમતા ધડામ દઇને નીચે ઢળી પડ્યો 20 વર્ષનો કબડ્ડી પ્લેયર, જુઓ વિડીયો

  • February 11, 2023 11:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુંબઈના મલાડ વિસ્તારમાંથી એક દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં કબડ્ડી રમતી વખતે 20 વર્ષીય યુવકનું મોત થયું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મલાડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના લવ ગાર્ડનમાં કબડ્ડી સ્પર્ધા ચાલી રહી હતી ત્યારે આ ચોંકાવનારી ઘટના બની હતી.મળતી માહિતી મુજબ, મૃતકની ઓળખ કીર્તિકરાજ મલ્લન (20) તરીકે થઈ છે. કીર્તિકરાજ બી.કોમ.નો વિદ્યાર્થી હતો. આ ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શતાબ્દી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. દરમિયાન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




પ્રાપ્ત માહિતી અનુસાર, મિત્તલ કોલેજ દ્વારા ગુરુવારે મલાડ પશ્ચિમ સ્થિત BMCના લવ ગાર્ડનમાં કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કિર્તિકરાજ દિંડોશીના સંતોષ નગર વિસ્તારનો રહેવાસી છે. તે ગોરેગાંવની વિવેક કોલેજમાં બી.કોમ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. મૃતક વિદ્યાર્થીને મિત્તલ વિદ્યાલયમાં રમવા માટે બોલાવવામાં આવ્યો હતો. ગુરુવારે બપોરે 3 વાગ્યે કબડ્ડી મેચ ચાલી રહી હતી ત્યારે વિદ્યાર્થી કીર્તિકરાજનું અકસ્માતે મોત થયું હતું.


​​​​​​​

કીર્તિકરાજ મિત્તલ કોલેજ તરફથી રમી રહ્યો હતો. આ દરમિયાન આકાશ કોલેજ અને મિત્તલ કોલેજ વચ્ચે કબડ્ડી મેચ ચાલી રહી હતી. રમત દરમિયાન કીર્તિકરાજ કેટલાક ખેલાડીઓ સાથે જમીન પર પડી ગયો અને બેભાન થઈ ગયો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ તરત જ મલાડ પોલીસને આ ઘટનાની જાણ કરી, અને કીર્તિકરાજને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ કીર્તિકરાજને દાખલ કરતા પહેલા મૃત જાહેર કર્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application