ગોંડલમાં સ્વિમિંગ પુલમાં નહાતા સમયે હાર્ટ એટેક આવતા યુવાનનું મોત
ગોંડલમાં સ્વિમિંગ પુલમાં નહાતા સમયે હાર્ટ એટેક આવતા યુવાનનું મોત
April 20, 2026 01:53 PM
ઉનાળાની ગરમીમાં પરિવાર સાથે ઠંડક મેળવવા ગયેલા યુવાન માટે રવિવારની રજા કાળમુખી સાબિત થઈ છે. ગોંડલ તાલુકાના નવાગામના વતની અને માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અજયભાઈ ભાણજીભાઈ રાઠોડ (ઉં.વ. ૩૩)નું રિસોર્ટમાં નાહતી વખતે ચક્કર આવતા પડી જવાથી કણ મોત નીપયું છે. બનાવની કણતા એ હતી કે અજયભાઇની લની વર્ષગાંઠ હતી. પ્રા વિગત મુજબ નવાગામ રહેતાં અજયભાઈ ભાણજીભાઇ રાઠોડ શનિ–રવિની રજા હોવાથી પોતાના પરિવાર, પત્ની અને પુત્ર વિહાન સાથે હેવન રિસોર્ટ ખાતે પિકનિક મનાવવા ગયા હતા. સ્વિમિંગ પૂલમાં નહાયા બાદ, પિતા–પુત્ર પૂલની બહાર નીકળ્યા હતા.પરંતુ પૂલની બહાર નીકળતાની સાથે જ અજયભાઈને અચાનક ચક્કર આવ્યા હતા.અને તેઓ ફરી પાણીમાં પડી ગયા હતા. આ અકસ્માત બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે તેમનું મોત નીપજયું હતું. મૃતકના પિતા ભાણજીભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર અજયભાઈને હૃદયરોગ નો હત્પમલો આવતા મૃત્યુ નિપજયું હતું. મૃતક અજયભાઈને સંતાનમાં એક પુત્ર વિહાન છે, જેણે પિતાની છત્રછાયા ગુમાવી છે. યુવાનના મોતના સમાચારથી નવાગામ પંથકમાં અને પરિવારમાં શોક વ્યાપી ગયો છે.બનાવ અંગે વિરપુર પોલીસે તપાસ હાથ ધરી છે