પુણેમાં 20 લોકો જોતાં રહ્યા, યુવકે નિર્દયતાથી મહિલાની હત્યા કરી

  • January 10, 2025 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રના પુણેમાં એક ઓફિસ પાર્કિંગમાં ખેલાયેલા ખૂની ખેલનો એક ચિંતાજનક વીડિયો સામે આવ્યો છે. બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ કંપ્નીમાં કામ કરતી છોકરી શુભદા કોડરેની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. ઓફિસના પાર્કિંગમાં છોકરી પર તેના જ સાથીદારે રસોડાના કામમાં વપરાતી છરી વડે હુમલો કર્યો હતો. આ સમય દરમિયાન પાર્કિંગમાં ઘણા લોકો હાજર હતા, પરંતુ કોઈએ છોકરીને બચાવવા માટે હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો નહીં. બધા પ્રેક્ષક બનીને આ આખો તમાશો જોતા રહ્યા. જો કે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.રામવાડીમાં કોલ સેન્ટરના પરિસરમાં ઓછામાં ઓછા 20 લોકોએ ભયાનક દ્રશ્ય જોયું હતું, જ્યાં કોડારે પર હુમલાખોર ક્રુરતાથી ચાકુ મારી રહ્યો હતો.

મામલો શું હતો?
એક અહેવાલ મુજબ, 27 વર્ષીય શુભદાએ કૃષ્ણ સત્યનારાયણ કનૌજિયા પાસેથી ખોટા બહાના બનાવીને ઉછીના લીધેલા પૈસા પરત કરવાનો ઇનકાર કર્યો હતો આથી યુવાને હુમલો કર્યો હતો. જે બાદ બંને વચ્ચે વિવાદ થયો.એડિશનલ પોલીસ કમિશનર મનોજ પાટીલે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે શુભદા અને કનૌજિયા બંને યરવડાના રામવાડી ખાતે બીપીઓના એકાઉન્ટ્સ વિભાગમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા હતા. લગભગ એક વર્ષ પહેલાં, સતારાના કરાડની શુભદાએ કનોજિયાને કહ્યું કે તેને તેના પિતાની સારવાર માટે પૈસાની જરૂર છે. તેણે તેને ઘણી વખત પૈસા ઉછીના આપ્યા, જે કુલ 4 લાખ રૂપિયા થયા. થોડા મહિના પહેલા, તેણે કનૌજિયાને કહ્યું કે તેના પિતાનું ઓપરેશન થવાનું છે. થોડા દિવસો પછી, કનૌજિયા તેના પિતાને મળ્યો. તેને એ જાણીને આશ્ચર્ય થયું કે તેના પિતાને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી. પાટીલે કહ્યું કે કનૌજિયાએ પછી તેના પૈસા પાછા માંગ્યા, પરંતુ તેણીએ દલીલ કરવાનું શરૂ કર્યું અને ત્રણ મહિના પહેલા તેની સામે ફરિયાદ પણ દાખલ કરી અને પૈસા પરત લેવા તેનો સંપર્ક કરતો રહ્યો પરંતુ તે જવાબ આપી રહી ન હતી. આથી ગુસ્સે ભરાયેલા કનૌજિયા મંગળવારે તેને પતાવી દેવાના મુડમાં જ આવ્યો હતો અને તેને રહેસી નાખી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application