રાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

  • May 14, 2025 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર નાસતા ફરતા સ્કોડ ઝોન-૨ની ટીમે ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબ અને નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ શ્રી જગદીશ બાંગરવા સાહેબની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.


પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર.કોઠીયા અને નાસતા ફરતા સ્કોડ ઝોન-૨ના કર્મચારીઓ રાજકોટ શહેરના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતા. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, ટીમે ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૦૨૭૧/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫ઇ, ૧૧૬બી, ૯૮(૨), ૮૧ મુજબના ગુનામાં નાસતા ફરતા પ્રશાંત ઉર્ફે પસીયો કિશોરભાઇ પરમાર (ઉં.વ.૩૦, રહે. રાજકોટ)ને પકડી પાડ્યો હતો. આરોપીને પકડ્યા બાદ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.


પકડાયેલા આરોપી પ્રશાંત ઉર્ફે પસીયોનો ગુનાહિત ઇતિહાસ પણ લાંબો છે. અગાઉ પણ તેના વિરુદ્ધ ડી.સી.બી., ભકિતનગર અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં પો.હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકીતભાઇ નિમાવત, અનીલભાઇ જીલરીયા અને પો.કોન્સ. અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application