રાજકોટ શહેર પોલીસની નાસતા ફરતા સ્કોડ ઝોન-૨ અને એલ.સી.બી. ઝોન-૨ની ટીમે સંયુક્ત કાર્યવાહીમાં કુવાડવા પોલીસ સ્ટેશનના રાયોટિંગ અને મારામારીના ત્રણ અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબ અને નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ શ્રી જગદીશ બાંગરવા સાહેબની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર.કોઠીયા અને એલ.સી.બી. ઝોન-૨ના ઇ.પો.સબ ઇન્સ. જે.વી.ગોહિલની આગેવાની હેઠળ ટીમે બાતમીના આધારે રાજકોટના કટારીયા ચોકડી વિસ્તારમાંથી આરોપી સુરેશ કેશુભાઇ ઉકેડીયા (ઉં.વ.૨૫)ને પકડી પાડ્યો હતો. આ આરોપી કુવાડવા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૧૨૦૮૦૩૭૨૫૦૧૩૭/૨૦૨૫, ૧૧૨૦૮૦૩૭૨૫૦૧૩૮/૨૦૨૫ અને ૧૧૨૦૮૦૩૭૨૫૦૧૪૮/૨૦૨૫ હેઠળ નોંધાયેલા રાયોટિંગ અને મારામારીના ગુનાઓમાં નાસતો ફરતો હતો.
પકડાયેલા આરોપી સુરેશ ઉકેડીયાનો ગુનાહિત ઇતિહાસ પણ લાંબો છે. અગાઉ તેના વિરુદ્ધ ગાંધીગ્રામ, પ્ર.નગર અને બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પણ મારામારી, લૂંટ અને જી.પી.એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં એ.એસ.આઇ. આર.એન.મિયાત્રા અને અન્ય પોલીસ કર્મચારીઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech