રૈયામાં યુવક પર દિકરી, જમાઇ, વેવાઇ સહિતનાએ હુમલો:કરી માથામાં પથ્થર માર્યો

  • March 06, 2025 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૈયામાં જામનગરના સિક્કામાં રહેતા યુવક ઉપર તેની દિકરી, જમાઇ, વેવાઇ અને દિકરીના જેઠે હુમલો કરી ઢીકાપાટુ અને પથ્થરના ઘા મારતા ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. દીકરી પાસે યુવાનનો મોબાઇલ ફોન હોઇ તે લેવા માટે આવતાં આ ડખ્‍ખો થયો હતો. જયારે સામા પક્ષે વેવાઇએ પણ પોતાના પર યુવકે હુમલો કર્યો હોવાની રાવ સાથે હોસ્‍પિટલમાં દાખલ થતા બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે જામનગરના સિક્કા ગામે પંચવટી રોડ પર રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં વિજયભાઇ ગોવિંદભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી રૈયા ગામ સ્‍મશાન પાસે રહેતા તેના વેવાઇ વિલાસગીરી શાંતિગીરી ગોસ્વામિ, જમાઇ ઉદેશગીરી વિલાસગીરી, જમાઇના ભાઇ બ્રિજેશગીરી વિલાસગીરી, દિકરી કુમકુમ ઉદેશગીરી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

વિજયભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, મેં વીસ વર્ષ પહેલા તુલસીગીરી ગોસાઇની દિકરી દક્ષા સાથે લવમેરેજ કર્યા છે. મારે સંતાનમાં એક પુત્ર છે. પત્‍નિના અગાઉ લગ્ન જગદીશભારથી બચુભારથી ગોસાઇ સાથે થયા હતાં. તેના થકી તેણીને દિકરી કુમકુમ છે. કુમકુમ અગાઉ રાજકોટ કોલેજમાં અભ્‍યાસ કરતી હતી.


એ દરમિયાન આજથી ત્રણેક મહિના પહેલા તેને ઉદયગીરી વિલાસગીરી ગોસ્‍વામી સાથે પ્રેમ થઇ જતાં તેની સાથે તેણીએ પ્રેમ લગ્ન કરી લીધા છે. આ ઉદયગીરી મારા પત્‍નિનો ભાણેજ થાય છે. મારી દિકરી કુમકુમ લગ્ન કરીને ગઇ ત્‍યારથી મારો મોબાઇલ ફોન તેની પાસે હતો. બુધવારે હું ઇકો ગાડીનો ફેરો કરી જામનગરથી અજમરે થઇ પરત રાજકોટ આવ્‍યો હતો અને દિકરી કુમકુમ તેના સાસરે રૈયા ગામે હોઇ તેની પાસેથી મારો મોબાઇલ ફોન લેવા માટે તેણીને ફોન કરતાં દીકરીએ ફોન ઘરે આવીને લઇ જવા માટેનું કહેતા હું ઘરે ગયો હતો ત્‍યાં તેના પતિ ઉદેશગીરીએ ગાળો દઇ ઝઘડો કર્યો હતો. દિકરીના જેઠ બ્રિજેશ, સસરા વિલાસગીરીએ અને દિકરી કુમકુમે પણ મારી સાથે ઝઘડો કરી ગાળો દીધી હતી અને બ્રિજેશે પથ્‍થર મારા માથામાં મારી દીધો હતો. કુમકુમે મને લાફા મારી દીધા હતાં. હું બેભાન જેવો થઇ જતાં ગાડીમાં બેસવા જતાં મને મારો ફોન આપી દીધો હતો. ચક્કર આવતાં હોઇ મેં સગાને ફોન કરીને જાણ કરતાં તે આવી ગયા હતા અને મને સિવિલ હોસ્‍પિટલમાં લઇ ગયા હતાં.

સામા પક્ષે તેના વેવાઇ રૈયા ગામે રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં વિલાસગીરી સાકેતગીરી ગોસ્‍વામી (ઉ.વ.૫૨) પણ પોતાના પર વિજયભાઇ ચોૈહાણે પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ સાથે દાખલ થયા હતા. વધુ તપાસ યુનિવર્સીટી પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application