રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખના નામ જાહેર થાય એ પહેલા બન્નેના નામની યાદી વાયરલ થતા ખળભળાટ, જાણો કોના નામ આવ્યા સામે

  • March 06, 2025 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે ગુજરાતના 33 જિલ્લાના ભાજપ પ્રમુખ અને 8 મહાનગરના શહેર પ્રમુખના નામની જાહેરાત થઈ રહી છે. ત્યારે તેમના નામની એક યાદી વાઇરલ થઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત સાંજે થવાની છે ત્યારે યાદીમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો. માધવ દવે અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરિયાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બન્ને નામને લઈને રાજકોટમાં ભારે તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. જોકે ભાજપ દ્વારા સત્તાવાર રીતે નામ જાહેર ન થાય ત્યાં સુધી અનેક અટકળો જોવા મળી રહી છે. શું ભાજપ આખરે આ બન્નેના નામની જ સત્તાવાર જાહેરાત કરશે તે તો સાંજે જ ખબર પડશે. 


ડો. માધવ કે.દવે રાજકોટમાં જિલ્લા મહામંત્રી તરીકે અને અગાઉ યુવા મોરચાના જીલ્લા ઉપાધ્યક્ષ તરીકે કામ કરી ગયા છે અને હવે તેઓ મહાનગરમાં હાલ મહામંત્રીની ફરજ બજાવે છે અને સૌથી મહત્વનું એ છે કે, રાજકોટ મહાનગરને લાંબા સમયથી બ્રાહ્મણ પ્રમુખપદ મળ્યુ નથી અને તેથી જ હવે તેમના નામ પર પસંદગી થઈ હોય તેવી શકયતા વધી છે.


રાજકોટ શહેર ભાજપ અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખના નામોની આજે સાંજે પ્રદેશ નિયુકત કલસ્ટર ઇન્ચાર્જ સાંસદ મયંકભાઇ નાયક દ્રારા ૭–૪૫ કલાકે સંકલન મીટિંગ બાદ જાહેરાત કરવામાં આવનાર હતી. દરમિયાન એકાએક આજે બપોરે ૨–૩૦ વાગ્યા આજુબાજુ પ્રદેશ ભાજપની યાદી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. આ વાયરલ થયેલી યાદીમાં રાજકોટ શહેર ભાજપના પ્રમુખ તરીકે ડો.માધવ દવે અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખપદે અલ્પેશ ઢોલરિયાની નિયુકિત થયાનું જણાવાયું છે. અગાઉ કયારેય ન બની હોય તેવી આ અભૂતપૂર્વ ઘટનાથી ભાજપના વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે અને પ્રદેશની યાદી સોશિયલ મીડિયામાં લીક કોણે કરી ? તે અંગે  અનેક સવાલો ઉઠી રહ્યા છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ યાદી ખરેખર સાચી છે કે ખોટી ? તેનું સમર્થન કોઇ આપતું ન હતું પરંતુ આ યાદીમાં અન્ય શહેર અને જિલ્લ ાના જે પ્રમુખોના નામ લખ્યા છે તે નામો તદન સાચા હોય પ્રથમ દર્શનિય રીતે જ યાદી સાચી હોવાનું જણાઇ રહ્યું છે.


રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખપદે અનેક દાવેદારો વચ્ચે રેસ ચાલી રહી હતી તેમાંથી કોઇ નામ જાહેર થવાના બદલે તદન નવું જ નામ અને જેમણે પ્રમુખપદ માટે દાવેદારી કરી ન હતી તેવું માધવ દવેનું નામ સામે આવતા ભાજપના વર્તુળો પણ ચોંકી ઉઠયા છે. જોકે આજે સાંજે કલસ્ટર ઇન્ચાર્જ નામોની જાહેરાત કરશે ત્યારે સત્તાવાર રીતે કોનું નામ જાહેર કરે છે તેના ઉપર સૌની મીટ મંડાઇ છે. જોકે, પ્રદેશની યાદી સોશિયલ મીડિયામાં લીક થઇ જતાં મામલો ગંભીર બન્યો છે અને હવે સત્તાવાર રીતે નામ જાહેર કરવાનો કાર્યક્રમ અગાઉ મુજબ જ ચાલશે, તેમાં ફેરફાર થશે કે રદ થશે ? તે મામલે હાલ કોઇ કશું બોલવા તૈયાર નથી.


રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો. માધવ કે. દવેનું નામ જાહેર કરાયું છે. ૪૯ વર્ષીય માધવ દવે બ્રહ્મસમાજમાંથી આવે છે અને એમબીએ, પીએચડી, એલએલએમ તેમજ જર્નાલિઝમ સુધીનો અભ્યાસ કર્યેા છે. હાલના સંગઠન માળખામાં તેઓ મહામંત્રી તરીકે કાર્યરત છે. તદઉપરાંત અગાઉ યુવા મોરચાના ઉપાધ્યક્ષ રહી ચૂકયા છે. સઘં પરિવાર સાથે વર્ષેાથી સંકળાયેલા માધવ દવે પૂર્વ નગરમંત્રી, પૂર્વ જિલ્લા સંયોજક અને એબીવીપીમાં પૂર્વ પ્રાંત કારોબારી સભ્ય રહી ચૂકયા છે. ઉ૫રોકત યાદી વાયરલ થયા બાદ માધવ દવેનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા તેમનો ફોન સતત એન્ગેજ આવ્યા બાદ સ્વીચઓફ આવ્યો હતો.


રાજકોટ શહેર ભાજપ ઉ૫રાંત જિલ્લ ા ભાજપના પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરિયા રીપિટ થયાનું પણ યાદીમાં જણાવાયું છે. અલ્પેશભાઇ ગોવિંદભાઇ ઢોલરિયા લેઉવા પટેલ સમાજમાંથી આવે છે અને ધો.૧૨ સુધીનો અભ્યાસ કર્યેા છે તેમજ વર્તમાન જિલ્લા અધ્યક્ષ તરીકે કાર્યરત છે અને ગોંડલ તાલુકાના પુર્વ અધ્યક્ષ છે તેમજ રાજકોટ જિલ્લ ાના પૂર્વ મંત્રી રહી ચૂકયા છે. પાટીદાર આંદોલન વખતે જિલ્લા પંચાયતની ચૂંટણી લડી ચૂકયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ રીપિટ થાય તેવી શકયતા પહેલેથી જ હતી અને વાયરલ થયેલી યાદીમાં પણ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા રીપિટ થયાનું જણાવાયું છે


પ્રદેશ સત્તાવાર જાહેરાત કરે ત્યારે જ હું  સાચુ માનું: અલ્પેશ ઢોલરિયા
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનો સંપર્ક સાધતા તેમણે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યાદી વાયરલ થયાનું મારા ધ્યાન ઉ૫ર પણ આવ્યું છે અને મને પણ તે વાયરલ થયેલી યાદી સોશિયલ મીડિયાના માધ્યમથી મળી છે. આજે બપોરે ૩–૩૦ કલાક સુધી આ મામલે પ્રદેશ ભાજપ તરફથી મને કોઇ ફોન આવ્યો નથી કે સત્તાવાર જાણ કરવામાં આવી નથી. પ્રદેશ ભાજપ સત્તાવાર જાહેરાત કરે તેને જ હું સત્ય માનુ છું.


હું કશું જ ન કહી શકું, પ્રદેશ સત્તાવાર જાહેરાત કરે ત્યારે સાચુ: મુકેશ દોશી
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીનો સં૫ર્ક સાધી વાયરલ થયેલી યાદી અંગે પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, પ્રદેશની યાદી અંગે હત્પં કશું જ કહી ન શકું. જયારે પ્રદેશ સત્તાવાર રીતે જાહેર કરે ત્યારે જ કોઇ બાબતને સાચી માની શકાય. આથી વધુ હત્પં કશું જ નહીં કહત્પ.ં આજે સાંજે કલસ્ટર ઈન્ચાર્જ આવે અને તેમના અધ્યક્ષ સ્થાને પાર્ટી સંકલનની મિટિંગ મળે તેમાં જે નામ જાહેર થાય તે શહેર ભાજપ પ્રમુખ હશે.


ગુજરાતમાં અન્ય શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખના નામની યાદી

શહેર ભાજપ પ્રમુખોની યાદી



નામશહેર
ડો. જ્યપ્રકાશ સોનીવડોદરા
ગૌરવભાઈ રૂપારેલીયાજુનાગઢ
કુમારભાઈ શાહભાવનગર
પરેશકુમાર પટેલસુરત
ડો.માધવ કે. દવેરાજકોટ
બીનાબેન કોઠારીજામનગર


જિલ્લા ભાજપ પ્રમુખોની યાદી

નામજિલ્લો
ભુરાલાલ શાહનવસારી
ભરત રાઠોડસુરત
દશરથ બારિયામહિસાગર
અનિલ પટેલગાંધીનગર
ગીરીશ રાજગોરમહેસાણા
કિર્તીસિંહ વાઘેલાબનાસકાંઠા
ચંદુભાઈ મકવાણાજુનાગઢ
અતુલભાઈ કાનાણીઅમરેલી
કિશોરભાઈ ગાવિતડાંગ
સુરજ વસાવાતાપી
હેમંત કંસારાવલસાડ
પ્રકાશ મોદીભરૂચ
નીલ રાવનર્મદા
ઉમેશ રાઠવાછોટા ઉદયપુર
સંજય પટેલઆણંદ
સ્નેહલ ધારિયાદાહોદ
રમેશ સિંધવપાટણ
શૈલેશ દાવડાઅમદાવાદ
દેવજી વરચંદકચ્છ
કનુભાઈ પટેલસાબરકાંઠા
ભીખાજી ઠાકોરઅરવલ્લી
મયુર ગઢવીદેવભૂમિ દ્વારકા
અલ્પેશ ઢોલરીયારાજકોટ
જયંતી રાજકોટિયામોરબી
સંજય પરમારગીર સોમનાથ
દિગ્વિજયસિંહ ગોહિલભાવનગર
મયુર પટેલબોટાદ
હિતેન્દ્રસિંહ ચૌહાણસુરેન્દ્રનગર
વિનોદ ભંડેરીજામનગર


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application