સાધુ વાસવાણી રોડ પર નદં વિહાર એપાર્ટમેન્ટમાં રહેતા અને નવ યોત પાર્ક મેઇન રોડ પર હોલિસ્ટિક હોમિયોપેથી કિલનિક અને રિસર્ચ સેન્ટર ચલાવતા મહિલા તબીબ જાનકીબેન (ઉ.વ ૨૮) દ્રારા મહિલા પોલીસ સ્ટેશનમાં રાજકોટમાં અમીન માર્ગ પર ચંદન સુપર માર્કેટ બાજુમાં ત્રિશા બંગલોમાં રહેતા પતિ સ્મિત દિનેશભાઈ નાદપરા, સાસુ હંસાબેન, નણદં પ્રિયા અને નણદોયા ચિરાગ તથા નણંદના સાસુ ભારતીબેન સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મહિલા તબીબે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ હોમિયોપેથીક તબીબ ઉપરાંત હોમિયોપેથીક મેડિકલ કોલેજ ખાતે લેકચર તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે તેમના લ વર્ષ ૨૦૨૩ માં સ્મિત સાથે થયા હતા. પતિને શાપરમાં ખાનગી કંપનીમાં ડિઝાઇનર તરીકે નોકરી ઉપરાંત અમર સેલ્સ એજન્સી નામે કાકાજી સસરા સાથે ભાગીદારીમાં ખેતીવાડીમાં હાર્ડવેર નો શોમ ચલાવે છે.
લ બાદ તે સંયુકત કુટુંબમાં રહેવા જતા મેં ૨૦૨૩ માં હનીમૂન માટે થાઈલેન્ડ ગયા હતા. પતિ ફોનમાં બી નામની યુવતી સાથે મેસેજમાં વાતચીત કરતો હોય તેણે પતિ સાથે આ બાબતે વાત કરતા ઝઘડો કર્યેા હતો. પરત રાજકોટ આવી તેણે અન્ય પરિવારજનોને આ બાબતે વાત કરતા તેમણે અમે સ્મિતને આવું ન કરવા સમજાવ્યું હતું તેમ કહ્યું હતું. ત્યારબાદથી સાસરીયાનું વર્તન પણ બદલાઈ ગયું હતું સાસુ ઘરકામ અને રસોઈ બાબતે ઝઘડા કરવા લાગ્યા હતા. કિલનિકેથી ખૂબ મોડા આવો છો તેમ કહીને પણ મેણાટોણા મારતા હતા તેમજ તમારા ઘરમાં રહેવું હોય તો અને જમવું હોય તો ઘરનું તમામ કામ અને રસોઈ તમારે બનાવી પડશે તેમ કહેતા હતા.
એટલું જ નહીં તું તારા ઘરેથી કોઈ કરીયાવર લાવી નથી આ ઘરમાંથી નીકળી જા મારે પુત્રવધુ તરીકે જોઈતી નથી. તારે કિલનિક ચલાવવું હોય અને બીજી નોકરી કરવી હોય તો તારા પિતાના ઘરે જતી રહે તેમ કહી ઝઘડો કર્યેા હતો.
નણદં પણ ઘરે આવી સાસુની ચઢામણી કરતી હતી પાંચેક માસ પૂર્વે નણંદના ઘરે સમાધાન માટે બેઠક કરી હતી આ સમયે નણદં અને તેના સાસુ ભારતીબેન ઉગ્ર થઈ ગયા હતા અને પરિણીતાના પિતાનેકહેવા લાગ્યા હતા કે તમારી દીકરી જાનકીને ઘરનું કોઈ કામ કરતા આવડતું નથી જાનકીને કહો કે કિલનિક અને નોકરી પર જવાનું બધં કરી દે.
પતિના પગાર બાબતે તેમજ તેની આવક બાબતે પણ કઈં કહેતા ન હતા તેમજ પતિ કહે તો હત્પં તારી પાસેથી જે પિયા માંગુ તે પિયા મને આપી દેવાના. ગત તા. ૨૭૨ ના રાત્રે સાસુ અને પતિએ રસોઈ બાબતે ઝઘડો કરી તારા પિતાના ઘરે જતી રહે તેમ કહેતા તે બીજા દિવસે કોલેજ જતા પતિએ ફોન કરી કહ્યું હતું કે, તું અહીં મારા ઘરે આવતી નહીં. બાદમાં પરિણીતા પિતાના ઘરે જતી રહી હતી ત્યારબાદ તેને આ ફરિયાદ નોંધાવી છે
રેલનગરમાં પરિણીતાને દહેજ બાબતે સાસરીયાઓનો ત્રાસ
હાલ જામજોધપુરના જામવાડી ગામે રહેતી દક્ષાબેન (ઉ.વ ૩૧) નામની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં રેલનગર પાસે લોકમાન્ય ટાઉનશીપમાં રહેતા પતિ સિદ્ધાર્થ હરેશભાઈ વાઘેલા, સાસુ સાધનાબેન, સસરા હરેશભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેણીના લ ગત તા. ૧૦૦૭૨૦૨૨ ના સિદ્ધાર્થ સાથે થયા હતા. લ બાદ પતિ તથા સાસુ–સસરા નાની નાની વાતે ઝઘડો કરવા લાગ્યા હતા અને સાસુ કહેતા હતા કે, તું તારા પિતાના ઘરેથી દહેજમાં કઈં લાવી નથી તેમ કહી મેણાટોણા મારતા હતા તેમજ પતિ અને સસરા પણ શારીરિક–માનસિક ત્રાસ આપતા હોય જેનાથી કંટાળી તે માવતરના ઘરે ચાલી આવી હતી અને બાદમાં આ ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech